Gujarat Titans: IPLની 15મી સિઝન પૂરી થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સ IPL 2022 ની વિજેતા ટીમ રહી. ફાઈનલ મેચમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ગુજરાતની આ જીત પર ફ્રેન્ચાઈઝીના જબરા ચાહકે અનોખી રીતે ઉજવણી કરવાની પહેલ કરી છે. આ ચાહકે પોતાની ફેવરિટ ટીમની જીત પર પોતાના સલૂનનું નામ બદલી નાખ્યું છે. આટલું જ નહીં, ગુજરાત ટાઈટન્સના આ ચાહકે તેના સલૂનમાં આવતા લોકોના ફ્રીમાં વાળ કાપવાનું કામ પણ કર્યું છે.
સલૂનનું નામ પણ બદલ્યુંઃ
આ મામલો બિહારના નવાદા જિલ્લાના એક સલૂનનો છે. ગુજરાતની જીત પર સલૂન સંચાલકે પોતાના ગ્રાહકોનું વિનામૂલ્યે વાળ અને દાઢી કટિંગ કર્યું હતું. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાના જબરા ફેન રવિની આ અનોખી પહેલની હવે સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. રવિએ પોતાના સલૂનનું નામ પણ બદલીને પંડ્યા રાખ્યું છે. એટલું જ નહીં આ ક્રેઝી ફેને પોતાનું નામ બદલીને રવિ પંડ્યા પણ કરી દીધું છે. રવિના આ ક્રેઝની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
લોકો દૂર-દૂરથી ચેક કરવા આવ્યાઃ
પંડ્યા જેન્ટ્સ પાર્લરના સંચાલક રવિ પંડ્યાએ મીડિયાને જણાવ્યું કે, તેઓ ગુજરાતની જીતથી ખૂબ જ ખુશ છે. તેનો ફેવરિટ ખેલાડી હાર્દિક પંડ્યા આ ટીમનો કેપ્ટન હતો. તેઓ ગુજરાતની આ જીતને અનોખી રીતે ઉજવવા માંગતા હતો. આવી સ્થિતિમાં આ પહેલ તેના મગજમાં આવી અને તેણે દુકાનની બહાર ફ્રી કટિંગનું પોસ્ટર લગાવ્યું. રવિએ કહ્યું કે, દુકાન પર ગ્રાહકો સિમિત છે. પરંતુ ફ્રીના કારણે ઘણા લોકો ખરેખર આવું છે કે કેમ તેની તપાસ કરવા આવી રહ્યા છે. રવિએ કહ્યું કે, તેણે પણ કોઈને નિરાશ કર્યા નથી અને સોમવારે બધાના વાળ ફ્રીમાં કટિંગ કર્યા હતા.
આ પણ વાંચોઃ