Sunrisers Hyderabad vs Gujarat Titans:  IPL 2022 ની 21મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદારબાદનો વિજય થયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા એક છોકરાનું પોસ્ટર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.


હાર્દિક પંડ્યા ફિફ્ટી મારશે તો હું નોકરી છોડી દઈશ


ગુજરાતની બેટિંગ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા છોકરાનું પોસ્ટર વાયરલ થયું. આ પોસ્ટરમાં છોકરાએ લખ્યું હતું કે હાર્દિક પંડ્યાએ ફિફ્ટી ફટકારશે તો હું નોકરી છોડી દઈશ. હવે આ મેચમાં હાર્દિકે ફિફ્ટી મારી તો લોકો કહી રહ્યા છે કે હાર્દિકે એક છોકરાને બેરોજગાર કર્યો.






હાર્દિકે ફિફ્ટી ફટકારી


આ મેચમાં હાર્દિક પંડ્યા 42 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો. તેના સિવાય યુવા બેટ્સમેન અભિનવ મનોહરે 21 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજને બે-બે વિકેટ લીધી હતી.