IPL 2022, Delhi Capitals vs Gujarat Titans: શનિવારે સાંજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં ગુજરાતે વિજય મેળવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જોવા આવેલા દર્શકોમાં એક કપલ હતું જેમને આ મેચમાં રસ નહોતો. યુગલ પોતાનામાં મગ્ન હતું. મેચ દરમિયાન આ જોડી રોમેન્ટિક મૂડમાં હતી અને છોકરો અને છોકરી એકબીજાને કિસ કરી રહ્યા હતા. પછી અચાનક કેમેરો તેમના પર ગયો અને આ સ્થિતિમાં થોડી મિની સેકન્ડ માટે આ જોડી ટીવી સ્ક્રીન પર જોવા મળી. હવે આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર ફની મીમ્સ બનાવી રહ્યા છે.


દિલ્હીની ઈનિંગ દરમિયાન આ કપલ કેમેરામાં થયું કેદ


શનિવારે રાત્રે રમાયેલી ગુજરાત-દિલ્હી મેચની બીજી ઇનિંગમાં આ નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી મળેલા 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમના પૃથ્વી શો અને મનદીપ સિંહ ક્રીઝ પર હાજર હતા. દિલ્હીની ટીમે ચાર ઓવરમાં એક વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. જ્યારે ઓવરોની વચ્ચે બ્રેક હતો, ત્યારે માત્ર આ કપલ સ્ક્રીન પર દેખાયું હતું.




હવે મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે


સોશિયલ મીડિયા પર આ કપલની કિસ કરતી તસવીર ગઈકાલ રાતથી વાયરલ થઈ રહી છે. આના પર ઘણા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. કેટલાકે તો IPLને 'કિસ કેમ' શરૂ કરવાની સલાહ પણ આપી છે. ખરેખર, NBA મેચોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે કેમેરા કપલ્સ તરફ જાય છે, ત્યારે તેઓ કિસ કરવા લાગે છે. આવું જ કંઈક આ જોડીનું પણ હતું. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આના પર લખી રહ્યા છે કે ભારત હવે ખરેખર વૈશ્વિક બની ગયું છે.