Mumbai Indians vs Kolkata Knight Riders: IPL 15માં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. કોલકાતાએ આ મેચમાં મુંબઈને હરાવી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. KKRએ આ મેચ 52 રને જીતી લીધી હતી. 166 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 113 રન જ બનાવી શકી હતી. આ સિઝનમાં મુંબઈની આ 9મી હાર છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં બુમરાહે તેની IPL કારકિર્દીની પ્રથમ વખત 5 વિકેટ લીધી હતી.


મુંબઈના બેટ્સમેનોએ નિરાશ કર્યાઃ
166ના સ્કોરનો પીછો કરતા મુંબઈના બેટ્સમેનોએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. ટીમનો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન અને તિલક વર્માએ ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તિલક વર્મા પણ ખાસ કરી શક્યો ન હતો અને 6 રન બનાવીને આઉટ થયો હતો. 2 વિકેટ પડી ગયા બાદ ઈશાન કિશને એક બાજુથી બાજી સંભાળી હતી. જોકે, બીજા છેડેથી કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા. રમનદીપ અને ટિમ ડેવિડ સસ્તામાં આઉટ થયા હતા. આ પછી પણ ઈશાને પોતાની ઇનિંગ ચાલુ રાખી અને અડધી સદી પૂરી કરી. તે પોતાની અડધી સદીને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો અને 51 રન બનાવીને કમિન્સનો શિકાર બન્યો હતો. આ પછી કમિન્સે સેમ્સ અને અશ્વિનને પણ સસ્તામાં આઉટ કર્યા હતા. તેમના આઉટ થયા બાદ પોલાર્ડે મેચને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ પોતાના દમ પર મુંબઈને જીત અપાવી શક્યો ન હતો અને 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ મુંબઈનો દાવ માત્ર 17.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગયો હતો.


કેકેઆરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાઃ
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (5/10)ની ઝડપી બોલિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022ની 56મી મેચમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સને 165 રનમાં રોકી દીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા અને KKRને જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેકેઆર તરફથી વેંકટેશ અય્યર (43) અને નીતિશ રાણા (43)એ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. કોલકાતા તરફથી બોલિંગ કરતા પેટ કમિન્સે 3 વિકેટ, રસેલે 2 વિકેટ, ટીમ સાઉથીએ અને વરુણ ચક્રવતિએ 1-1 વિકેટ ઝડપી હતી.