IPL 2022 DC vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હીને 16 રને હરાવ્યું, હેઝલવુડની 3 વિકેટ
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર.
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલમાં બેંગ્લુરુએ દિલ્હીને 16 રનથી હરાવ્યું છે. બેંગ્લુરુ તરફથી મેક્સવેલ અને દિનેશ કાર્તિેક શાનદાર ઈનિંગ રમી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 173 રન બનાવી શકી. બેંગ્લુરુએ જીત માટે 190 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હેઝલવુડે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી છે.
દિલ્હી કેપટિલ્સનો સ્કોર 100 રનને પાર થયો છે. વોર્નર 66 રનની આક્રમક ઈનિંગ રમીને આઉટ થયો હતો. હાલમાં પંત અને માર્શ રમતમાં છે. દિલ્હીની ટીમને જીત માટે 37 બોલમાં 78 રનની જરુર છે.
દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે ખૂબ જ આક્રમક ઈનિંગ રમી છે. વોર્નરે માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી છે. વોર્નર હાલ 50 રન બનાવી રમતમાં છે.
રોયલ ચેલેન્જર્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર શરુઆત કરી છે. દિલ્હીની ટીમે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 70 રન બનાવી લીધા છે. પૃથ્વી શો 16 રન બનાવીને આઉટ થયો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ રમત રમીને દિલ્હી કેપિટલ્સને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB ટીમે ગ્લેન મેક્સવેલની શાનદાર અડધી સદી છતાં 92 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિનેશ કાર્તિકે માત્ર 34 બોલમાં અણનમ 66 રનની તોફાની ઇનિંગ રમી હતી.
આક્રમક ઈનિંગ રમતા દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી છે. રોયલ ચેલેન્જર્સે બેંગ્લુરુનો સ્કોર 160 રનને પાર પહોંચી ગયો છે. શાહબાઝ એહમદ પણ 21 રન બનાવી હાલ મેદાન પર છે.
રોયલ ચેલેન્જર્સ તરફથી દિનેશ કાર્તિક હાલ મેદાનમાં છે તેણે શાનદાર ઈનિંગ રમતા ટીમના સ્કોરને 150 રન પર પહોંચાડ્યો છે. દિનેશ કાર્તિક 48 રન બનાવી હાલ રમતમાં છે.
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુનો સ્કોર 100 રનને પાર થયો છે. મેક્સવેલ 55 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુની ટીમે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવી લીધા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 2 વિકેટ ગુમાવી છે. અનુજ રાવત ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા બાદ કેપ્ટન ફાફ ડૂપ્લેસિસ માત્ર 8 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ બંને રમતમાં છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે.
બેંગ્લોરની ટીમ મજબૂતઃ
આઈપીએલમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે જેમાં ફાફ ડૂ પ્લેસિસની ટીમનું પલડું ભારે છે. બેંગ્લોર અને દિલ્હી સામે રમાયેલી કુલ મેચોમાંથી ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સે ટીમને 10 મેચોમાં જીત મળી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 મેચોમાં જીત મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -