IPL 15માં લખનઉની ટીમને સતત બીજી જીત મળી છે. તેણે હૈદરાબાદને 12 રને હરાવ્યું. આ મેચ જીત્યા બાદ લખનઉના ચાર પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ હૈદરાબાદે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદની આ સતત બીજી હાર છે.


હૈદરાબાદના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા


170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમનો ઓપનર અભિષેક શર્મા માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારપછી કેપ્ટન કેન પણ કંઈ અદભૂત ન કરી શક્યો અને 16 રન બનાવીને આઉટ થઈ ગયો.


તેના આઉટ થયા બાદ રાહુલ અને માર્કરામે ટીમની કમાન સંભાળી હતી. રાહુલ ત્રિપાઠી 44 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પૂરન અને સુંદરે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂરન 34 રને આઉટ થયા બાદ કોઈ પણ બેટ્સમેન ખાસ કંઈ કરી શક્યા ન હતા અને હૈદરાબાદને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉના  અવેશ ખાને 24 રનમાં 4 વિકેટ લીધી હતી.



રાહુલ અને હુડ્ડાના જોર પર મજબૂત સ્કોર બનાવ્યો


લખનઉની ટીમ માટે શરૂઆત બહુ ખાસ રહી ન હતી. ટીમની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 27 રનમાં જ પડી ગઈ હતી. જે બાદ કેપ્ટન કેએલ રાહુલ (68) અને દીપક હુડ્ડાએ (51) ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 87 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની ઇનિંગ્સના આધારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRG)ને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉ  20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. હૈદરાબાદના વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ અને ટી નટરાજને બે-બે વિકેટ લીધી હતી.


મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ની 12મી મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું. આવેશ ખાને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 157 રન બનાવી શકી હતી. આ રોમાંચક મુકાબલામાં લખનઉનો 12 રને વિજય થયો હતો.