SRH vs RR: રાજસ્થાન અને હૈદરાબાદ આજે સીઝનની પ્રથમ મેચ રમશે, જાણો બંને ટીમના રેકોર્ડ

IPL 2022ની પાંચમી મેચ આજે મંગળવારે રમાશે. આમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે ટકરાશે.

Continues below advertisement

IPL 2022ની પાંચમી મેચ આજે મંગળવારે રમાશે. આમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે, જેને જીતીને ટીમો તેમના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છી રહી છે. હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમોમાં ઘણા જબરદસ્ત ખેલાડીઓ છે, જેઓ આ મેચને પલટાવવા માટે સક્ષમ છે. આ મેચમાં કયા ખેલાડીનું બેટ રન બનાવશે, જ્યારે કયો ખેલાડી સૌથી વધુ વિકેટ લેશે તે જોવું રસપ્રદ રહેશે. ક્રિકેટ ફેન્સ પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Continues below advertisement

મેચ ક્યારે અને ક્યાં રમાશે?
આ મેચ મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

તમે લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
જો તમે હૈદરાબાદ અને રાજસ્થાનની મેચનો આનંદ માણવા માંગતા હો, તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
તમે 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત, તમે લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ https://www.abplive.com સાથે જોડાયેલા રહો.

હૈદરાબાદ અને રાજસ્થાનના આંકડાઃ
IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 15 મેચમાં આમને-સામને આવી ચુક્યા છે. આ 15 મેચોમાંથી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સને 7 મેચમાં સફળતા મળી છે. છેલ્લી સિઝનમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં હૈદરાબાદે એક અને રાજસ્થાને એક મેચ જીતી હતી. હાઈએસ્ટ સ્કોર વિશે વાત કરીએ તો રાજસ્થાન સામે સનરાઈઝર્સનો હાઈએસ્ટ સ્કોર 201 રન છે. જ્યારે રાજસ્થાને સનરાઇઝર્સ સામે સૌથી વધુ 220 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ

IPL 2022: ગુજરાત - લખનૌની મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી સોશિયલ મીડિયામાં છવાયા આ ખેલાડીઓ, જાણો સહેવાગે શું કહ્યું

Continues below advertisement
Sponsored Links by Taboola