IPL 2022: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં શનિવારે સાંજે વિચિત્ર સમાચાર સાંભળવા મળ્યા, સીએસકે (CSK)ના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અચાનક સિઝનની વચ્ચે જ પોતાની ટીમને કેપ્ટનશીપ છોડી દીધી. જાડેજાની જગ્યા એકવાર ફરીથી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ લઇ લીધી છે. જાડેજાની કેપ્ટનશીપમાં સીએસકેની ટીમ આ સિઝનમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે, જોકે, હવે સમાચાર છે કે બીજો પણ એક એવો કેપ્ટન છે જેને ટીમની નાવ ડુબાડી દીધી છે, અને તે પણ આઇપીએલમાંથી કેપ્ટનશીપ છોડી શકે છે.  


જેવી હાલત જાડેજાની છે એવી જ હાલત હાલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલ (Mayank Agarwal)ની છે. મયંક આ સિઝનમાં પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે, અને પરંતુ સ્ટાર ખેલાડીઓથી ભરેલી પંજાબની ટીમ કંઇક ખાસ નથી કરી રહી. એટલુ જ નહીં ખુદ કેપ્ટન મયંક અગ્રવાલ પણ સારુ પરફોર્ન્સ આપવામાં નિષ્ફળ રહ્યો છે, અને હવે સ્થિતિ એ વા છે કે પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થવાના કગાર પર પહોંચી ગઇ છે. 


આઇપીએલની 15મી સિઝનમાં પંજાબ કિંગ્સે કુલ 9 મેચો રમી છે, તેમાં માત્ર 4માં જ જીત મેળવી શકી છે, અને હાલમાં પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર આવી ગઇ છે.  


IPL 2022: જાડેજાએ છોડી કેપ્ટનશિપ, ધોની ફરીથી બન્યો સીએસકેનો કેપ્ટન
IPL 2022, CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. મહત્વની વાત એ છે કે જૂના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને આ જવાબદારી પાછી આપવામાં આવી છે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.


સીએસકેએ વેબસાઇટ પર જાહેર કર્યુ નિવેદન- 
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને આ ઘટનાક્રમની જાણકારી આપી છે. ધોનીએ વર્તમાન IPL સિઝન શરૂ થાય તે પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર જાડેજાએ કેપ્ટનશીપ છોડીને ધોનીને જવાબદારી સોંપી છે. ચેન્નાઈના ચાહકો માટે આ ખુશીની વાત હોઈ શકે છે.


આઈપીએલમાં અત્યાર સુધી કેવો રહ્યો છે દેખાવ
આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની ટીમ ટેબલમાં નવમા સ્થાને છે.


 


આ પણ વાંચો......... 


Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો


Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું


Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા


Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા