IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 26મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 181 રન બનાવી શકી હતી. મેચમાં હાર આ સાથે આઈપીએલની ચાલુ સીઝનમાં મુંબઈની આ છઠ્ઠી હાર છે. આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ ક્યારેય સળંગ છ મેચ હાર્યુ નથી.
ચાલુ સીઝનમાં મુંબઈની હારના કારણો
બોલર્સ વિકેટ લેવામાં નિષ્ફળ
આઈપીએલની ચાલુ સીઝનમાં મુંબઈના બોલર્સની નિષ્ફળતા સામે આવી છે. અત્યાર સુધીની તમામ મુકાબલામાં મુંબઈના બોલર્સ શરૂઆતની ઓવર્સમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયા છે. જેના કારણે વિરોધી ટીમ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ ગઈ છે. જસપ્રીત બુમરાહનો સાથ આપવા માટે મુંબઈની પાસે બોલિંગ વિકલ્પની કમી છે. તેથી 2022માં વાપસીની શક્યતા ઓછી છે.
રોહિત શર્મા, ઈશાન કિશન પોલાર્ડની નિષ્ફળતા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને કેરેબિયન ઓલરાઉન્ડ પોલાર્ડની નિષ્ફળતા મુંબઈને ભારે પડી રહી છે. ચાલુ સીઝનમાં આ બંનેનું બેટ ચાલ્યું નથી. ઓપનર તરીકે ઈશાન કિશન પણ નિષ્ફળ રહ્યો છે. ઈશાન અને રોહિતની જોડી મુંબઈને સોલિડ સ્ટાર્ટ અપાવવામાં અત્યાર સુધીમાં સફળ થઈ નથી.
પાર્ટનરશિપનો અભાવ
ટી-20 ક્રિકેટમાં મેચ જીતવા ઝડપી રન બનાવવાની સાથે પાર્ટનરશિપ કરવાની જરૂર હોય છે. પ્રથમ છ મેચમાં મુંબઈના બેટ્સમેનો અપવાદને બાદ કરતાં મોટી પાર્ટનરશિપ કરવામાં નિષ્ફળ ગયા છે.
ફિનિશરનો અભાવ
અત્યાર સુધી મુંબઈ પાસે હાર્દિક પંડ્યા જેવો ફિનિશર હતો પરંતુ તેને રિટેન ન કરીને મોટી ભૂલ કરી હોય તેમ લાગે છે. મુંબઈ પાસે હાલ સારો ફિનિશર નથી. તેમણે સૂર્યકુમારને આ જવાબદારી સોંપી છે પરંતુ સામા છેડેથી સાથ ન મળતાં સેટ થઈને સારી રમત બતાવ્યા બાદ આઉટ થઈ જાય છે.