Mumbai Indians Record Rohit Sharma IPL 2022: રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈંડિયન્સની ટીમ 2022ની આઈપીએલ સિઝનમાં ખુબ ખરાબ પ્રદર્શન કરીને પ્લેઓફની રેસમાંથી ઘણા સમય પહેલાં જ નિકળી ગઈ હતી. મુંબઈ ઈંડિયન્સની ટીમ સિઝનની લીગ મેચો પુરી થયા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર રહી છે. જો કે, મુંબઈએ પોતાની લીગ મેચોની છેલ્લી મેચમાં શાનદાર જીત મેળવી હતી. મુંબઈએ દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સીઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હોવા છતાં મુંબઈએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુંબઈ 7 સીઝનમાં 100થી વધુ સિક્સર લગાવનાર પહેલી ટીમ બની ગઈ છે.


મુંબઈ ઈંડિયન્સના ખેલાડી સિક્સર લગાવવામાં માહિર છે. આ સીઝનમાં ટીના ખેલાડીઓએ કુલ 100 સિક્સર લગાવી છે. મુંબઈની આ સીઝનમાં સૌથી વધુ સિક્સર ટિમ ડેવિડે લગાવી છે. તેણે 16 સિક્સર મારી છે. જ્યારે તિલક વર્માએ પણ 14 મેચોમાં 16 સિક્સર લગાવી છે. મુંબઈએ આઈપીએલ 2020માં પણ વધુ સિક્સર લગાવી હતી. ટીમે કુલ 137 સિક્સર લગાવી હતી. જ્યારે આ પહેલાં 2019માં 115 સિક્સર લગાવી હતી. આઈપીએલ 2018માં મુંબઈના ખેલાડીઓએ 107 સિક્સર લગાવી હતી. આ સાથે 2017માં 117, 2015માં 120 અને 2013માં 117 સિક્સર લગાવી હતી.


ઉલ્લેખનીય છે કે, મુંબઈએ આઈપીએલ 2022માં કુલ 14 મેચ રમી હતી જેમાં કુલ 4 મેચ જીતી હતી. જ્યારે 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નિચેના સ્થાન પર છે. મુંબઈએ સિઝનની પહેલી મેચથી લઈને 8 મેચ સુધી સતત બધી મેચો હારી હતી. સાથે જ રોહિત શર્માના કરિયરની આ સૌથી ખરાબ આઈપીએલ સીઝન રહી છે.


આ પણ વાંચોઃ


PM Modiએ થોમસ કપ વિજેતા બેડમિન્ટન ખેલાડીઓ સાથે કરી વાતચીત, કહ્યું દેશને સ્પોર્ટ્સ ક્ષેત્રે દુનિયાભરમાં આગળ લઇ જવાનો છે