Nicholas Pooran Two Hand Bowling Video: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેન વિલિયમસનની ટીમને પોતાની પ્રથમ મેચમાં 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. આ પહેલા હૈદરાબાદના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં ઘણો પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનનો બોલિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


પૂરન બંને હાથે બોલિંગ કરતો જોવા મળ્યોઃ
આ વીડિયો સૌપ્રથમ સનરાઇઝર્સ હૈદરાબાદે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. હકીકતમાં, ગઈકાલે રાત્રે પ્રેક્ટિસ દરમિયાન જ્યારે ફાસ્ટ બોલર ઉમરાન મલિક બેટિંગની પ્રેક્ટિસ કરવા માટે કીટ પહેરી રહ્યો હતો, ત્યારે નિકોલસ પૂરને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પૂરને કોચ ટોમ મૂડીને પૂછ્યું કે, સ્પિન બોલિંગ કરું કે ફાસ્ટ બોલિંગ? મૂડીએ સ્પિન બોલિંગ કરવાનું કહ્યું. આ પછી પુરણ ઉમરાનને કહે છે કે, સ્પિન કરાવું કે ફાસ્ટ કરાવું?


જેના જવાબમાં ઉમરાન કહે છે કે તારી જે ઈચ્છા હોય તે કર. હું તારી એક ઓવરમાં ફોર અને સિક્સર મારીશ. આ સાંભળીને પુરણ કહે, આવી જા. આ પછી પૂરન પહેલીવાર બંને હાથે બોલિંગ કરતો જોવા મળે છે. જો કે, પૂરને પણ નિરાશ થવું પડ્યું હતું, કારણ કે ઉમરાન તેના બોલ પર જોરદાર શોટ લગાવે છે.






આ પણ વાંચોઃ


પંજાબ-કોલકત્તા વચ્ચે આજે ટક્કર, જાણો IPLમાં અત્યાર સુધી કોણ કોની પર પડ્યુ છે...