IPL 2022 KKR vs PBKS : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે નવા કેપ્ટનો વાળી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ આઈપીએલ (IPL 2022) ની 8મી મેચ હશે. બન્ને ટીમોની શરૂઆત આ સિઝનમાં સારી રહી છે. તેમ છતાં આજે બન્ને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. અહીં અમે તમને બન્ને ટીમો વચ્ચેના હેડ ટૂ હેડ આંકડા બતાવી રહ્યાં છીએ, જેના પરથી તમને જાણવા મળશે કે IPLમાં KKR vs PBKS વચ્ચે કેટલી મેચો રમાઇ છે અને કોણ કોના પર પડ્યુ છે ભારે........
KKR vs PBKS વચ્ચે હેડ ટૂ હેડ આંકડા -
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. કોલકાતાએ 19 મેચ જીતી છે જ્યારે પંજાબે માત્ર 10 મેચ જીતી છે. મતલબ કે કોલકાતાએ લગભગ બમણી જીત મેળવી છે.
જો કે આંકડામાં કોલકાતા નાઈટ રાઈડર્સ પંજાબ કિંગ્સ પર આગળ છે, પરંતુ છેલ્લી ચાર મેચમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો છે. પંજાબ અને કોલકાતા બંનેએ બે-બે મેચ જીતી છે. છેલ્લી સિઝનમાં, કોલકાતા અને પંજાબે 1-1થી મેચ જીતી હતી અને IPL 2020 માં પણ બંને ટીમો બરાબરી પર હતી.
આ પણ વાંચો......
આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ
CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......
પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે