મુંબઈ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 68મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાનની ટીમ આ મેચમાં ચેન્નઈને 5 વિકેટે હરાવી પ્લેઓફમાં પહોંચી ગઇ છે. રાજસ્થાને ચેન્નઈ તરફથી મળેલા 151 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે 59 અને રવિચંદ્રન અશ્વિને અણનમ 40 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે આ મેચ યાદગાર રહી હતી.


ચહલે આ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે મેચમાં શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. તે પ્રથમ ભારતીય સ્પિનર છે જેણે આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ મામલે તેણે હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી છે. CSK સામે રાજસ્થાન રોયલ્સની આ છેલ્લી મેચ હતી.


રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે IPL 2022માં અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી છે. તે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતનો પ્રથમ સ્પિનર ​​છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ત્યારે તેની વિકેટમાં વધારો થઇ શકે છે.


હરભજન સિંહે IPL 2013માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2013માં 24 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ 9 વર્ષ સુધી હરભજન સિંહના નામે રહ્યો હતો.


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


BHAVNAGAR : ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત


ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણના CBI કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા


IPL 2023: આઇપીએલની આવનારી સીઝનમાં CSK માટે રમશે એમ એસ ધોની? માહીએ આપ્યો જવાબ, જુઓ વિડીયો