IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર  જાડેજાની શરુઆત ખરાબ રહી છે. ગઈકાલની મેચમાં કોલકાતાએ ચેન્નાઈને હરાવ્યું હતું. ટોપ ઓર્ડર બેટ્સમેને ખરાબ બેટિંગ કરતાં ચેન્નાઈની ટીમ સન્માન જનક સ્કોર પર નહોંતી પહોંચી શકી. કોલકાતાની ટીમે 132 રનના ટાર્ગેટને 6 વિકેટ બચાવીને મેળવી લીધો હતો. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપમાં આઈપીએલની પ્રથમ મેચમાં ઉતરેલી ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રવિન્દ્ર જાડેજાને સલાહ પણ આપી હતી.


રવિ શાસ્ત્રીએ જાડેજાને આપી આ સલાહ:
કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ રવિન્દ્ર જાડેજાને સલાહ આપી કે, તેણે બોલિંગમાં થોડું વહેલું આવવું જોઈએ અને શિવમ દુબેને પ્રારંભિક ઓવરો ન આપવી જોઈએ. તેમણે કહ્યું, 'મને લાગે છે કે, કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજા જ્યારે બોલિંગ કરે છે ત્યારે તેણે થોડું વધારે બહાદુર બનવું જોઈએ. જ્યારે કેપ્ટન તરીકે તમે તમારી જાતે મોડા બોલિંગ કરતા હોવ ત્યારે કોઈ તમારી સાથે હોવું જોઈએ જે કહે કે જાઓ અને બોલિંગ કરો. નવનિયુક્ત કેપ્ટન રવિન્દ્ર જાડેજાની વ્યૂહરચના વિશે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે શિવમ દુબે બોલિંગ કરવા આવ્યો ત્યારે એક અનુભવી બોલરે બોલિંગ કરવા આવવું જોઈએ. તે કાં તો રવિન્દ્ર જાડેજા અથવા મિશેલ સેન્ટનરે બોલિંગ કરવાની જરુર હતી. કારણ કે, જ્યારે તમે માત્ર 130 રનનો બચાવ કરી રહ્યાં હોવ, ત્યારે એક ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે. એક 14-15 રનની ઓવર મેચને તમારા હાથમાંથી છીનવી શકે છે


ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 20 ઓવરમાં 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે કોલકાતાએ 9 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. ચેન્નાઈ માટે ડ્વેન બ્રાવો સિવાય અન્ય કોઈ બોલર વધુ સારી લયમાં નહોતો. શિવમ દુબેએ એક ઓવર નાખી અને 11 રન આપ્યા હતા. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 31 રન આપ્યા બાદ એક વિકેટ ઝડપી હતી.