IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમને તેની પ્રથમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ(chennai super kings) તેની પ્રથમ ચાર મેચ હારી છે. જે બાદ રવિ શાસ્ત્રીએ ધોનીના કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની ટીકા કરી છે.


રવિ શાસ્ત્રીએ ટીકા કરી હતી


ચેન્નઈ સુપર કિંગ્સ(chennai super kings) વિશે વાત કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી(ravi shastri )એ કહ્યું કે જો ધોની કેપ્ટનશીપ છોડવા માંગતો હતો તો તેણે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશીપ આપવી હતી. જાડેજા માત્ર એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં તે કેપ્ટનશિપના દબાણ વગર મેદાનમાં રમતા હતા.


ચેન્નાઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે


જો આ સિઝનમાં ચેન્નાઈના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ કંઈ ખાસ કરી શકી નથી. ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટીમનો કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શકતો નથી. આ સિવાય ટીમની બોલિંગ પણ તે ધાર નથી બતાવી રહી, જેના માટે CSKની ટીમ જાણીતી હતી.


ફાફ ડૂપ્લેસિસ આરસીબીનો કેપ્ટન છે


આઈપીએલની હરાજીમાં ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ ખરીદ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. જે બાદ ટીમે તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. આરસીબીએ આઈપીએલમાં અત્યાર સુધી 4માંથી ત્રણ મેચ જીતી છે. આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


સિઝન 15માં મુંબઇ અને ચેન્નાઇએ અત્યાર સુધી 4-4 મેચો રમી છે, અને ચારેય હારી છે, હવે આ હાર પર સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સતત બન્ને ટીમોને ટ્રૉલ કરી રહ્યા છે.