Virat Kohli says about golden duck: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આઈપીએલની આ સીઝન ખરાબ રહી છે. કોહલી હમણાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમેલી મેચમાં પહેલા બોલે શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં પણ વિરાટ શૂન્ય રન પર આઉટ થયો હતો. વિરાટ કોહલીના આ ખરાબ પ્રદર્શન અંગે સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ હવે કોહલીએ પોતાના "ગોલ્ડન ડક" પ્રદર્શન અંગે ખુલીને વાત કરી છે.


RCBના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલીએ મિસ્ટર નાગ્સને ઈન્ટરવ્યું આપ્યું છે. આ ઈન્ટરવ્યુંમાં કોહલીએ શૂન્ય રન પર આઉટ થવા અંગે વાત કરતાં કહ્યું કે, "મને લાગે છે કે મારા કરિયરમાં આવું ક્યારેય નથી થયું. પરંતુ હવે મેં બધુ જોઈ લીધું છે, ગોલ્ડન ડકે મને બધુ બતાવી દીધું છે." આ દરમિયાન વિરાટે પોતાના ખરાબ પ્રદર્શન ઉપર લોકોના મંતવ્યો અંગે વાત કરતાં કહ્યું કે, "તેઓ મને નથી સમજતા. તેઓ એ વાતને નથી અનુભવી શકતા કે હું શું અનુભવ કરી રહ્યો છું. લોકો મારું જીવન ના જીવી શકે અને ના તે ક્ષણોને જીવી શકે."


વિરાટ કોહલીએ એબી ડિવિલિયર્સને યાદ કરતાં કહ્યું કે, "હું તેને રોજ યાદ કરું છું અને મિસ કરુ છું. તે હાલ યુએસમાં છે અને ગોલ્ફ જોઈ રહ્યો છે. અમે અવારનવાર મેસેજ પર વાત કરતા હોઈએ છીએ."