Suryakumar Yadav: IPLના ઠીક બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ રમવાની છે. આફ્રિકન ટીમ ભારતીય પ્રવાસ પર આવવાની છે, આ દરમિયાન બન્ને દેશો વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ રમાશે. આ સીરીઝમાં  ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય ટીમના મીડલ ઓર્ડરનો મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ સીરીઝ નહીં રમી શકે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. 


'ઇનસાઇટ સ્પોર્ટ્સ'ના એક રિપોર્ટ અનુસાર, સૂર્યકુમારની ઇજા ગંભીર છે, આવામાં તેને સાઉથ આફ્રિકા સીરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે. રિપોર્ટમાં સિલેક્શન કમીટીના એક સભ્યના હવાલાથી કહેવામાં આવ્યુ છે - સૂર્યકુમારને આરામની જરૂર છે, તેની ઇજા ગંભીર છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝમાં તેનુ સિલેક્ટ થવાની સંભાવના ના બરાબર છે. અમે તેને ટીમમાં જલદી સામેલ કરવાનુ જોખમ નથી લઇ શકતા, અમે નથી ઇચ્છતા કે ઉતાવળના કારણે તેની ઇજા વધુ વધી જાય. 


સૂર્યકુમાર યાદવને 6 મેએ બેબ્રૉર્ન સ્ટેડિયમમાં રમાયેલી મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. તેના ડાબા હાથની નસોમાં ઇજા થઇ છે. ઇજાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા તેને આઇપીએલની બાકી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર આઇપીએલમાં શરૂઆતની મેચો ન હતો રમી શક્યો, તે સમયે તેને અંગુઠામાં ઇજા હતી, અને તે NCAમાં રિહેબ કરી રહ્યો હતો. 


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ