નવી દિલ્હીઃ ગઇકાલે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં એક મોટી ઘટના જોવા મળી, મેચ દરમિયાન પંતે પોતાના ખેલાડીઓને એક 'નૉ બૉલ' વિવાદને લઇને પાછા બોલાવવાનો ઇશારો કર્યો હતો. ગ્રાઉન્ડ એમ્પાયરે સળંગ ત્રણ બૉલમાં ત્રણ સિક્સર ફટકારી ચૂકેલા પૉવેલને કમરથી ઉપરના ભાગમાં ફૂલટૉસ બૉલ હોવા છતાં 'નૉ બૉલ' ના આપ્યો અને આ કારણે દિલ્હીનો કેપ્ટન પંત ગુસ્સે થઇ ગયો હતો, અને મેચ રોકવા માટે તૈયાર થઇ ગયો હતો, પંતની આ હરકત ને ક્રિકેટ દિગ્ગજો ખોટી ગણાવી રહ્યાં છે, પરંતુ સ્ટેડિયમમાંથી પંતને ફૂલ સપોર્ટ મળી રહ્યો હતો, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંતના પક્ષમાં અને એમ્પાયરના વિરુદ્ધમાં ક્રિકેટ ફેન્સ નારેબાજી કરી રહ્યાં છે.
ટ્વીટર પર વીડિયો વાયરલ
હાલમાં ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે @superking1814 નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં લખેલુ છે - It was a no ball, clear cut no ball. આ સાથે જ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ક્રિકેટ ફેન્સ ચીટર ચીટર કરીને એમ્પાયરનો હૂરિયો બોલાવી રહ્યં છે, એમ્પાયરના ખરાબ ડિસીઝન સામે નારેબાજી કરી રહ્યાં છે.
છેલ્લી ઓવરમાં થયો વિવાદ -
મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો, રાજસ્થાનના મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો. પંતના ગુસ્સાને શાંત કરવા માટે શેન વૉટસન આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની આ સિઝનમાં ખરાબ શરૂઆત રહી છે, આ સિઝનમાં દિલ્હીએ કુલ 7 મેચો રમી છે જેમાંથી 4માં હાર અને 3માં જીત મળી છે.