CSK vs GT Final IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાવાની છે. પરંતુ મેચ પહેલા જ વરસાદ શરૂ થયો હતો. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો સતત વરસાદ ચાલુ જ રહેશે તો શું થશે તે સૌકોઈને સવાલ છે. પરંતુ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. 


વરસાદના કારણે જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. ચેન્નાઈ અને ગુજરાતની ટીમો તૈયાર છે. પરંતુ વરસાદ રમતને બગાડી શકે છે.


અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થાય તેવી શક્યતા છે. ચાહકો ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ યથાવત છે. પરંતુ આ સ્થિતિમાં મેચનું શું? જો કે, IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થાય તો રમત 9.40 વાગ્યા સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે. જોકે તેમ છતાંયે ઓવરમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પરંતુ જો 9:40 બાદ મેચ શરૂ થાય તો એ સ્થિતિમાં ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર ના રમાઈ તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ આવતીકાલે સોમવારે રમાશે.


નોંધપાત્ર રીતે, ક્વોલિફાયર 2 દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. પરંતુ ઓવર કપાઈ નહોતી. આ મેચ લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ક્વોલિફાયર 2 ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતે જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. શુભમન ગિલે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. મોહિત શર્માએ પણ ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. હવે ફરી એકવાર ટીમ આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.


IPL 2023 Final: આઇપીએલ દરમિયાન કઇ રીતે તૈયાર કરવામાં આવી પીચો ? વીડિયોમાં જુઓ આખી પ્રૉસેસ


આજે આઇપીએલ પોતાના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે, આજે આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચ રમાશે, આજે ટૂર્નામેન્ટને નવું ચેમ્પીયન મળી જશે. IPLની 16મી સિઝન 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે શરૂ થઈ હતી. હવે આ સિઝનની ફાઇનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે 28 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લગભગ 2 સિઝન પછી આ સિઝન IPL તેના જૂના ફોર્મેટમાં રમાઈ હતી. જેમાં તમામ ટીમોને પોતાના હૉમ ગ્રાઉન્ડ પર 7-7 મેચ રમવાની તક મળી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડે પીચ ક્યૂરેટર્સ વિશે એક ખાસ વીડિયો રિલીઝ કર્યો છે, જેઓએ મેચમાં રમી શકાય એવી પીચ તૈયાર કરી છે, આ પીચ માટે તેમને અથાક મહેનત કરી છે. 


BCCI દ્વારા રિલીઝ કરવામાં આવેલા આ વીડિયોમાં ચીફ પીચ ક્યૂરેટર આશિષ ભૌમિક ઉપરાંત ચીફ ક્યૂરેટર વેસ્ટ ઝૉને કહ્યું કે - કૉવિડ પછી પહેલીવાર અમે 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમી રહ્યા હતા. એમાંય 2 નવા સ્થળો હતા. હું આ ફિલ્ડમાં 26 વર્ષથી છું અને અમારા તમામ ક્યૂરેટર ખૂબ જ અનુભવી છે. અમે અમારી સાથે એગ્રીકલ્ચર ગ્રેજ્યૂએટ લોકોને સામેલ કરીએ છીએ, જેઓ જમીન વિશે સારી રીતે જાણે છે.