IPL Final 2023 Tickets : અમદાવાદના આંગણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. આ ફાઈનલ મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. ક્રિકેટ રસિયાઓ જેની મહિનાઓથી રાહ જોઈ રહ્યાં હતાં તે ક્ષણ આખરે આવી પહોંચી પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને આખો ખેલ બગાડી નાખ્યો. વરસાદે આઈપીએલની ફાઈનલ મેચ જ થંભાવી દીધી. જેના કારણે ધોમધખતા તાપ, ચિક્કાર ભીડ અને કલાકો સુધી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને મોંઘીદાટ ટિકીટ ખરીદનારા ક્રિકેટ ચાહકોના સપનાઓ પણ જાણે ભિંજાઈ ગયા હતાં.


જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે તેને જોતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ પાણી ભરાઈ જાય તેવી શક્યતા છે. તેવી જ રીતે સ્ટેડિયમમાં પણ અણધાર્યા વરસાદના કારણે અવ્યવસ્થા ઉભી થઈ શકે છે. જો કેટલોક સમય વધુ વરસાદ પડે તો આજે મેચ રમવી લગભગ અશક્ય બની જાય. આ સ્થિતિમાં આવતી કાલે સોમવારે રિઝર્વ ડે ના દિવસે ફાઈનલ મેચ રમાઈ શકે છે. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે આઈપીએલની ફાઈનલની ટિકિટનું શું? 


મેચની ટિકિટ ખરીદનારાઓના પૈસાનું શું? શું આઈપીએલ આયોજકો તરફથી લોકોને પૈસા પાછા આપવામાં આવશે કે કેમ? કારણ કે, આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું સ્ટેડિયમ છે. આશરે એક લાખથી પણ વધુ લોકો નરેન્દ્ર મોટી ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે બેસીને મેચ નિહાળી શકે છે. તેથી આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ ખરીદનારાઓની સંખ્યા પણ મોટી થવા જાય. આ સ્થિતિમાં ટિકિટને લઈને મુંઝવણ ઉભી થઈ શકે છે. 


ક્રિકેટ રસિયાઓ કે જેમને મેદાનમાં જઈને આઈપીએલની ફાઈનલ નિહાળવા ટિકિટ ખરીદી છે તેમને જો આજે મેચ ના રમાય તો પૈસા પાસા આપવામાં આવશે. એટલે કે રિફંડ આપવામાં આવશે? 


તેવી જ રીતે જો રિઝર્વ ડે એટલે કે આવતી કાલે સોમવારે મેચ રમાય તો શું? શું આઈપીએલ ફાઈનલની ટિકિટ ખરીદનારાઓને આજની જ ટિકિટ પર આવતી કાલે પણ મેચ જોવા જવા દેવાની મંજુરી આપવામાં આવશે? આ પ્રકારના પ્રશ્નો ટિકિટ ખરીદનારાઓના મનમાં સર્જાઈ રહ્યાં છે. સાથે જ મીઠી મુંઝવણ પણ ઉભી થઈ છે. 


એક અનુંમાન પ્રમાણે જો આજે મેચ ના રમાય અને આવતી કાલે સોમવારે રિઝર્વ ડેના દિવસે મેચ રમાય તો આજની ટિકિટને આવતી કાલે મંજુરી આપવામાં આવી શકે છે. અથવા તો મેચની ટિકિટ ખરીદનારાઓને રિફંડ આપવામાં આવી શકે છે. આમ બે વિકલ્પો રહેલા છે. જોકે હજી સુધી આ મામલે આયોજકો તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ ખરીદનારાઓના મનમાં અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યાં છે.