IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા અપડેટ આવતા રહે છે. હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 16માં રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં RCBએ રાજસ્થાન રૉયલ્સને 7 રનથી હરાવ્યું દીધુ, આ માટે RCBની જીતનો શ્રેય વિરાટ કોહલીની કેપ્ટનશીપને આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, ફાક ડૂ પ્લેસીસની ઈજાને કારણે છેલ્લી બે મેચોથી બહાર છે અને માત્ર વિરાટ કોહલીએ જ આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપને જોઇને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે વિરાટ કોહલીની ફરી એકવાર કેપ્ટન બનાવી દેવાની માંગ કરી છે, ભજ્જી વિરાટની કેપ્ટનશીપથી ખુબ પ્રભાવિત થયો છે. હરભજને આખી સિઝન માટે વિરાટ કોહલીને RCBનો કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
હરભજન સિંહનું માનવું છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમની અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હરભજન સિંહે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "વિરાટ કોહલીએ સિઝન 16ની બાકીની મેચોમાં RCBની કેપ્ટનશીપ ચાલુ રાખવી જોઈએ." વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં RCB ખુબ જ સારું રમી રહ્યું છે.
કોહલીને કેપ્ટનશીપ અંગે હરભજન સિંહે વધુમાં કહ્યું કે, “વિરાટ કોહલી લાંબા સમયથી કેપ્ટનશીપ કરી રહ્યો છે, અને તેને લીધેલા નિર્ણયો પણ શાનદાર રહ્યા છે. વિરાટ યોગ્ય સમયે બૉલિંગમાં ફેરફાર કરી રહ્યો છે. વિરાટ બેટ્સમેનોની નબળાઈ અને તાકાતને બન્નેને સારી રીતે જાણે છે અને તે મુજબ તે પોતાની બૉલિંગમાં ફેરફાર કરી રહ્યો છે.
બેટિંગ પણ રહી છે શાનદાર
હરભજન સિંહે પણ વિરાટ કોહલીની બેટિંગના વખાણ કર્યા હતા. પૂર્વ ક્રિકેટરે કહ્યું, “ગયા વર્ષે વિરાટ કોહલીનું ફોર્મ બરાબર ન હતુ, જોકે અત્યારે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને આ સિઝનમાં ચાર ફિફ્ટી ફટકારી છે. કોહલી અને ડૂ પ્લેસીસ જે પાર્ટનરશીપ કરી રહ્યા છે તે RCB માટે નિર્ણાયક સાબિત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, 2021 IPL બાદ વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જોકે ઈજાના કારણે ફાક ડૂ પ્લેસીસે છેલ્લી બે મેચમાં માત્ર બેટિંગ કરી છે. આવામાં ફરી એકવાર વિરાટ કોહલીના હાથમાં બેંગ્લૉરની કમાન આવી ગઇ છે.