IPL 2023: ક્રિકેટના મહાકુંભ આઈપીએલની 31 માર્ચથી શરૂઆત થશે. ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંઘે abp અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું, દર્શકોના મનોરજનથી લઈને સ્ટેડિયમમાં ઉભી થનારી અલગ પ્રકારની વ્યવસ્થાઓ માટે ગુજરાત ટાઈટન્સ ઉત્સુક છે. ગત સીઝનમાં જીત મેળવ્યા બાદ આ સીઝનમાં પણ જીત મેળવીને ગુજરાત ટાઈટન્સ બમણો મોટો રોડ શો યોજશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની સાત મેચ યોજાનાર છે. જેમાંથી પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગઝ વચ્ચે યોજાશે.



IPL 2023 પહેલા સૂર્યકુમાર યાદવ માટે ખુશીના સમાચાર


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની સીઝન 31 માર્ચથી શરૂ થશે, પરંતુ તે પહેલા વર્તમાન વર્લ્ડ T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને એક સારા સમાચાર મળ્યા છે. ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર જિયો સિનેમાએ ટાટા આઈપીએલની આગામી સિઝન માટે સૂર્યકુમાર યાદવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આગામી IPL સિઝન માટે Jio સિનેમા સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું. Jio સિનેમા તેની શાનદાર પ્રસ્તુતિ દ્વારા સમગ્ર વિશ્વમાં રમતગમતના ચાહકો માટે ડિજિટલ અનુભવમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આગામી આઈપીએલ સીઝનના સંદર્ભમાં  Jio સિનેમાએ ડિજિટલ પ્લેટફોર્મ પર મેચનો આનંદ માણતા દર્શકો માટે આ સુવિધા સંપૂર્ણપણે મફત કરી છે. જેમાં અંગ્રેજી અને હિન્દી સિવાય ચાહકો તમિલ, તેલુગુ, કન્નડ અને ભોજપુરી સહિત 12 ભારતીય ભાષાઓમાં મેચની કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.


આઇપીએલમાં સૌથી વધુ વાર રનઆઉટ થવાનો રેકોર્ડ નોંધાયેલો છે આ દિગ્ગજ બેટ્સમેન પર


આગામી દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન શરૂ થઇ રહી છે, આ માટે થોડાક દિવસો પહેલા જ ઓક્શનની કામગીરી પૂર્ણ થઇ છે, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓમાં ટીમના ખેલાડીઓની સાથે સાથે કેપ્ટનો પણ બદલી નાંખ્યા છે. અહીં અમે તમને સૌથી વધુ વાર આઇપીએલમાં રનઆઉટ થનારા ખેલાડીઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જુઓ...


આઇપીએલમાં સૌથી વધુ વાર રનઆઉટ થનારા ખેલાડીઓ - 
રવીન્દ્ર જાડેજા -  23 વાર રનઆઉટ
મહેન્દ્રસિંહ ધોની - 21 વાર રનઆઉટ
વિરાટ કોહલી - 19 વાર રનઆઉટ
મનીષ પાન્ડે - 16 વાર રનઆઉટ
સુરેશ રૈના - 16 વાર રનઆઉટ
દિનેશ કાર્તિક - 15 વાર રનઆઉટ
એબી ડિલીવિયર્સ - 14 વાર રનઆઉટ
ડ્વેન બ્રાવો - 14 વાર રનઆઉટ


ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ પૉપ્યૂલર છે, દુનિયાભરના ક્રિકેટરો આ લીગમાં ભાગ લેવા માટે ભારત આવે છે, આઇપીએલમાં આ ઉપરાંત પણ અનેક પ્રકારના રેકોર્ડ બની ચૂક્યા છે.