RCB Vs RR: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડર મેચ રમાશે, રવિવારે આજે પહેલી મેચમાં રાજસ્થાન અને બેંગ્લૉરની ટક્કર જોવા મળશે, આ મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની મેચમાં એક ખાસ દ્રશ્ય જોવા મળશે, આજે રમાનારી મેચમાં આરસીબીની ટીમ લાલને બદલે લીલી જર્સીમાં પહેરીને મેદાનમાં ઉતરશે. આની પાછળનું કારણ પણ છે એકદમ ખાસ, જાણો......
ખરેખરમાં, પર્યાવરણની જાગૃતિ માટે આરસીબીના ખેલાડીઓ લાલને બદલે લીલી જર્સી પહેરીને આજે મેદાનમાં રમતા દેખાશે. આ ટ્રેન્ડ આરસીબીએ 2011માં શરૂ કર્યો હતો. RCB દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, તે દરેક સિઝનમાં તેના હૉમ ગ્રાઉન્ડ પર રમાનારી એક મેચમાં લાલને બદલે લીલી જર્સીનો ઉપયોગ કરશે.
જોકે, લીલી જર્સીમાં આરસીબીનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. આરસીબીએ ગ્રીન જર્સીમાં 11 મેચ રમી છે, જેમાંથી તેને માત્ર ત્રણ મેચોમાં જ જીત મળી છે. ગ્રીન જર્સીમાં રમાયેલી 6 મેચમાં RCBને હારનો સામનો કરવો પડ્યો હતો, અને એક મેચનું પરિણામ આવ્યુ નથી.
કેપ્ટન ડુ પ્લેસીસની થશે વાપસી
આ સિઝનમાં આરસીબીના પ્રદર્શનની વાત કરીએ, તો તેની અત્યાર સુધીની સફર મિક્સ રહી છે. RCBએ 16મી સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચો રમી છે, જેમાંથી ત્રણમાં તેને જીત હાંસલ થઇ છે, અને ત્રણ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં RCB પૉઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. જો RCB આજની મેચમાં જીતે છે, તો તેની એન્ટ્રી ટોપ 5માં થઇ જશે.
એટલું જ નહીં, નિયમિત કેપ્ટન ડુ પ્લેસિસ આજની રાજસ્થાન રૉયલ્સ સામેની મેચમાં વાપસી કરી શકે છે. ગઇ મેચમાં ટીમની કમાન વિરાટ કોહલીએ સંભાળી હતી. જોકે, ગઇ મેચમાં પણ ડુપ્લેસિસે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરી હતી અને શાનદાર અડધી સદી પણ ફટકારી હતી.