Cameron Green Statement: આઇપીએલ 2023માં ગઇરાત્રે મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સતત ત્રીજી જીત હાંસલ કરી લીધી છે. મુંબઈએ ગઇકાલે રાત્રે મંગળવારે (18 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદને તેના જ હૉમગ્રાઉન્ડ પર 14 રનથી હરાવીને આ જીત હાંસલ કરી છે. આ સાથે જ રોહિત એન્ડ કંપની ફરી એકવાર જીતના પાટા પર પરત ફરી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટો  ગુમાવીને 192 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 19.5 ઓવર રમીને માત્ર 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની આ જીતમાં ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ટીમનો હીરો બન્યો હતો. મેચમાં ગ્રીને શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું, જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો.


આ મેચમાં કેમરૂન ગ્રીને 40 બૉલમાં સૌથી મોટી અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા પણ સામેલ હતા. આ પછી ગ્રીને બૉલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેને 7.20ની ઈકોનોમીથી 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી હતી.


'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા બાદ કહ્યું પ્લાન પુરો થયો  - 
મેચ બાદ કેમરુન ગ્રીને કહ્યું, “મને લાગે છે કે પ્રથમ કેટલીક મેચો મારા માટે અને અમારી ટીમ માટે શીખવાની તક હતી. તે થોડી ચીપચીપી સ્થિતિ હતી (જ્યારે હું બેટિંગ કરવા બહાર આવ્યો) પરંતુ આનંદ છે કે યોજનાઓ સાકાર થઈ. હું ડેથ ઓવરોમાં મારી બૉલિંગથી શીખી રહ્યો છું. ચોક્કસ અમે જીતની લય પકડી રાખીશું.


અગાઉની મેચોમાં ગ્રીન રહ્યો હતો ફ્લૉપ - 
ઉલ્લેખનીય છે કે, આ સિઝન પહેલા મુંબઈએ કેમરુન ગ્રીનને 17.50 કરોડ રૂપિયાની મોટી તગડી કિંમત આપીને ટીમમાં સામેલ કર્યો હતો. તેની શરૂઆતની મેચોમાં ગ્રીન સારુ પરફોર્મન કરી શક્યો ન હતો,પરંતુ હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર ઇનિંગ્સે બધાને ગ્રીનની ટિકા કરતાં અટકાવી દીધા હતા. છેલ્લી ચાર મેચમાં ગ્રીને બેટિંગમાં 5, 12, 17 અણનમ અને 1 અણનમ રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેને બૉલિંગમાં માત્ર 2 સફળતા મળી હતી.


અર્જુને મુંબઈને જીત અપાવી



IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ યુવા અર્જુન તેંડુલકરને બોલિંગ માટે બોલાવ્યો હતો. અર્જુને કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો અને માત્ર ચાર રન આપ્યા. તેની ઓવરમાં બે વિકેટ પણ પડી હતી.