RCB vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ડબલ હેડર મેચ રમાશે. આજે રાજસ્થાનના જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે, આજે આઇએલની 16મી સિઝનની 60મી મેચ રમાશે. આજની મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. આ સિઝનમાં આ બન્ને ટીમો બીજીવાર આમને સામને ટકરાશે. અગાઉ રમાયેલી મેચમાં રાજસ્થાનનો 7 વિકેટે વિજય થયો હતો. વળી, આ મેચમાં બંને ટીમોમાંથી કોણ છે જીતનું સૌથી મોટુ દાવેદાર જાણો અહીં.... 


પીચ રિપોર્ટ  - 
જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ આ વખતની સિઝનમાં IPLમાં ઘણુ જ મુશ્કેલ રહ્યું છે. અહીં કેટલીય મેચો હાઈ સ્કૉરિંગ જોવા મળી છે. આ મેદાન પર ભેજ અને બીજા કેટલાય પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો મોટાભાગની ટીમો પીછો કરતી વખતે જીતી છે. આવામાં કોઈપણ ટૉસ જીત્યા પછી બૉલિંગ કરવાનું પસંદ વધુ કરશે.


કોણ જીતી શકે છે આજની મેચ  - 
બીજીબાજુ જો રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે રમાયેલી મેચની આગાહીની વાત કરીએ તો આઈપીએલમાં બંને ટીમો લગભગ એકસરખી જ દેખાઇ રહી છે. RCBએ કુલ 28 સામ-સામેની મેચોમાં 14 અને રાજસ્થાન રૉયલ્સે 12 મેચ જીતી છે. આ હિસાબે બેંગ્લૉરનો હાથ અહીં થોડો ઉપર દેખાઇ રહ્યો છે. 


આ ઉપરાંત સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી કુલ 7 મેચોમાંથી રાજસ્થાને 4 અને RCBએ 3માં જીત મેળવી છે. આ આંકડાઓ પર નજર કરીએ તો રાજસ્થાન આગળ દેખાય છે. આ સાથે જ આ સિઝનમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને જીત મેળવી હતી. આવામાં આ મેચમાં હૉમ ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખતા રાજસ્થાનની જીતની શક્યતા પ્રબળ છે.