RCB Green Jersey: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ તે પછી ટીમને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવ્યું હતું. આ પછી ત્રીજી મેચમાં કેએલ રાહુલની કેપ્ટનશીપમાં લખનઉ સુપર જાયન્ટ્સે છેલ્લા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતુ.






રાજસ્થાન સામે આરસીબીના ખેલાડીઓ ગ્રીન જર્સીમાં જોવા મળશે


જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 23 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે સંજુ સેમસનની કેપ્ટનશીપમાં ટકરાશે. આ મેચમાં ફાફ ડુપ્લેસીની ટીમનો લુક બદલાયેલો જોવા મળશે. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ નારંગીની જગ્યાએ લીલી જર્સીમાં જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓનો ગ્રીન જર્સીમાં ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસી ઉપરાંત વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલ જોવા મળે છે.






ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોને ટીમની આ જર્સી ખૂબ જ પસંદ આવી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 23 એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.


GT vs PBKS: પંજાબ સામે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સની 6 વિકેટે જીત, ગિલના 67 રન


મોહાલીમાં રમાયેલી IPL 2023 ની 18મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સની બીજી હાર છે. પ્રથમ રમત બાદ પંજાબે ગુજરાત સામે 154 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ડિફેન્ડિંગ ચેમ્પિયને માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. જોકે છેલ્લી ઓવરમાં શુભમન ગિલ આઉટ થતાં બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ જ્યારે બે બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી