IPL 2023 Qualifier Tickets Chennai: IPL 2023 હવે નિર્ણાયક મેચો તરફ પહોંચી રહ્યું છે. આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 21 મેના રોજ રમાશે. આ પછી, પ્રથમ ક્વોલિફાયર 23 મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ 24 મેના રોજ રમાશે. આ બંને મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. આ માટે ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે.


સૌથી સસ્તી ટિકિટનો શું છે ભાવ


ગુજરાત ટાઇટન્સે IPLના પ્રથમ ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. એલિમિનેટર અને ક્વોલિફાયર માટે સૌથી સસ્તી ટિકિટ રૂ.2000 છે. તે જ સમયે, સૌથી મોંઘી ટિકિટ 5000 રૂપિયા છે. 2000 રૂપિયામાં ટિકિટ ખરીદનારા દર્શકો C, D અને E લોઅર સ્ટેન્ડમાં બેસશે. જ્યારે 2500 રૂપિયામાં ટિકિટ ખરીદનારા દર્શકો ઉપરના સ્ટેન્ડમાં બેસી જશે. આ પછી, 3000 રૂપિયામાં ટિકિટ ખરીદનારા દર્શકો D થી H સુધીના ઉપરના સ્ટેન્ડમાં બેસી જશે.


કેવી રીતે ખરીદી શકાશે ટિકિટ


દર્શકો ઓનલાઈન ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ માટે ટિકિટ ખરીદી શકે છે. આ માટે, Paytm ઇનસાઇડરની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જવું પડશે. અહીં ગયા પછી, ટાટા આઈપીએલ 2023 ક્વોલિફાયર 1 પર ક્લિક કરો. અહીં Buy Now નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને કિંમત અનુસાર સ્થળ પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને, તમે તમારા બજેટ અનુસાર સ્થળ પસંદ કરી શકો છો.


ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયરમાં સૌથી પહેલા બનાવી જગ્યા


ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ગુજરાતે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ દરમિયાન 9માં જીત મેળવી છે. તેના 18 પોઈન્ટ છે.   


આઈપીએલમાં ગુજરાતી ક્રિકેટરના નામે નોંધાયેલો છે શરમજનક રેકોર્ડ, ધવન પણ લિસ્ટમાં થયો સામેલ


ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16 માં, બુધવાર પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન માટે ખૂબ જ ખરાબ સાબિત થયો. દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું અને પ્લેઓફમાં રમવાની તેમની તકો લગભગ સમાપ્ત થઈ ગઈ. આ સાથે આ મેચમાં ખાતું પણ ન ખોલી શકનાર શિખર ધવનની એન્ટ્રી ખૂબ જ શરમજનક લિસ્ટમાં થઈ છે. ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં પંજાબ કિંગ્સને સૌથી વધુ નિરાશ તેના કેપ્ટન શિખર ધવને કર્યા. 214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને 1.1 ઓવર બાદ જ મોટો ફટકો લાગ્યો હતો. કેપ્ટન શિખર ધવન બીજી ઓવરના પહેલા જ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ ગોલ્ડન ડક સાથે શિખર ધવન આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બીજો ઓપનર બની ગયો છે. IPLમાં ઓપનર દ્વારા સૌથી વધુ ડક આઉટ થવાનો રેકોર્ડ પાર્થિવ પટેલના નામે છે. પાર્થિવ પટેલ 11 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પછી આ લિસ્ટમાં ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણેનું નામ આવે છે. આ બંને ખેલાડીઓ 10-10 વખત ડક્સ કરીને પેવેલિયન પરત ફર્યા હતા. હવે આ લિસ્ટમાં ધવનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ધવન પણ ઓપનર તરીકે 10 વખત શૂન્ય પર આઉટ થયો છે.