Virat Kohli Vamika Viral Photo: હાઈવોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. એક તરફ આ મેચની ચારેકોર ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફોટોમાં વિરાટ તેની દિકરી વામિકા સાથે નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં વિરાટ કોહલી દીકરી વામિકા સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને વામિકાની તસવીરો મંગળવાર સવારની છે.


ફોટોને કોહલીએ નથી આપ્યું કેપ્શન


આ ફોટો સોમવાર બપોરનો છે. મતલબ કે આ ફોટો લખનૌ સામેની મેચ પહેલાનો છે. કિંગ કોહલીએ ફોટો સાથે કોઈ કેપ્શન આપ્યું નથી, પરંતુ તેણે તેની સાથે હાર્ટ ઈમોજી શેર કરી છે.


વિરાટ કોહલીનો વામિકા સાથેનો ફોટો વાયરલ

આ ફોટોમાં વિરાટ કોહલી દીકરી વામિકા સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જો કે, આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી ફોટો શેર કર્યો છે. વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા જાન્યુઆરી 2021 માં માતા-પિતા બન્યા હતા, પરંતુ બંને કપલ તેમની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળી રહ્યા છે. જોકે, વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત આવી છે.

IPL 2023માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત

આ ઉપરાંત IPL 2023માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ત્રણ મેચમાં બે વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ ખેલાડીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પણ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 19 બોલમાં ધમાકેદાર 65 રન બનાવનાર નિકોલસ પૂરનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.