IPL 2024 Best XI: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંને વચ્ચે 26મી મેના રોજ ટાઈટલ મેચ રમાશે. આ પહેલા જાણી લો આ સિઝનની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.
કિંગ કોહલી અને સુનીલ નારાયણ ઓપનિંગ
અમે IPL 2024ની બેસ્ટ ઈલેવનમાં ઓપનર તરીકે વિરાટ કોહલી અને સુનીલ નારાયણની પસંદગી કરી છે. આ બંને ખેલાડીઓએ પોતાના જોરદાર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. કિંગ કોહલીએ 15 મેચમાં 61.75ની એવરેજ અને 154.70ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા છે. જ્યારે સુનીલ નારાયણે બેટ અને બોલ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2024માં નારાયણે બેટ વડે લગભગ 500 રન બનાવ્યા છે અને બોલિંગમાં 16 વિકેટ લીધી છે.
ત્રીજા પર અભિષેક અને ચોથા પર પરાગ
આ પછી, અમે સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માને ત્રીજા નંબર પર રાખ્યો છે. અભિષેકે આ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેના બેટમાંથી લગભગ 500 રન પણ આવ્યા છે. જરૂર પડ્યે તે બોલિંગ પણ કરી શકે છે. રાજસ્થાન સામેની બીજી ક્વૉલિફાયર મેચમાં તેણે બોલિંગમાં કમાલ બતાવ્યો હતો. રિયાન પરાગને ચોથા નંબર માટે પસંદ કરવામાં આવ્યો છે. પરાગ આ સિઝનમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ક્લાસેન અને પાટીદાર પર ફિનિશિંગની જવાબદારી
અમે મેચ ફિનિશ કરવાની જવાબદારી રજત પાટીદાર અને હેનરિક ક્લાસેનને સોંપી છે. આ બંને બેટ્સમેનોએ પોતાની નીડર બેટિંગથી ઘણા બોલરોને બરબાદ કર્યા છે. આ સિઝનમાં પાટીદારે 395 અને ક્લાસને 463 રન બનાવ્યા છે. પાટીદારના બેટમાંથી 33 સિક્સર અને ક્લાસેનના બેટમાંથી 38 સિક્સર આવી હતી.
નારાયણની સાથે ચહલ અને ચક્રવર્તી સ્પિનર
બોલિંગમાં અમે લીડ સ્પિનર્સ તરીકે યુઝવેન્દ્ર ચહલ અને વરુણ ચક્રવર્તીને સ્થાન આપ્યું છે. ચક્રવર્તીએ અત્યાર સુધીમાં 20 વિકેટ ઝડપી છે. જ્યારે ચહલના નામે 18 વિકેટ હતી. સુનીલ નારાયણ પણ આ બંનેને સપોર્ટ કરવા હાજર છે. એટલે કે અમારી ટીમમાં ત્રણ સ્પિનરો હશે.
કમિન્સ, બુમરાહ, નટરાજન અને આવેશ ખાન ફાસ્ટ બૉલરો
ફાસ્ટ બોલિંગમાં અમે પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ અને ટી નટરાજનની પસંદગી કરી છે. જ્યારે ઝડપી બોલર આવેશ ખાન અમારો ઇમ્પેક્ટ પ્લેયર હશે. આ ચાર બોલરોની સામે આ સિઝનમાં મોટા મોટા બેટ્સમેનોને પરસેવો પાડ્યો છે. બુમરાહના નામે 20 વિકેટ, કમિન્સના નામે 17 વિકેટ, નટરાજનના નામે 19 વિકેટ અને આવેશના નામે 19 વિકેટ છે.
IPL 2024 ની બેસ્ટ XI-
વિરાટ કોહલી, સુનીલ નારાયણ, અભિષેક શર્મા, રિયન પરાગ, રજત પાટીદાર, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), યૂઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, પેટ કમિન્સ (કેપ્ટન), જસપ્રીત બુમરાહ અને ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર- આવેશ ખાન.