IPL 2024, GT vs CSK: IPL 2024નો સાતમો મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ગુજરાતે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ચેન્નાઈએ મોટો ફેરફાર કર્યો છે.


શુભમન ગિલે ટોસ જીત્યો, પરંતુ મૂંઝવણમાં પડી ગયો અને કહ્યું કે અમે પહેલા બેટિંગ કરી રહ્યા છીએ અને પછી કહ્યું કે 'સોરી, બોલ, બોલ પહેલા. આ વીડિયો સોશિયલ મીડિયા પર મુફદલ વોહરાએ શેર કર્યો છે.


ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન- રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા અને સ્પેન્સર જોન્સન.






 


  ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન


ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન- રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મુસ્તફિઝુર રહેમાન.


ચેપોક સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ વિકેટ ધીમી રહે છે. અહીં બોલ બેટ પર સરળતાથી નથી આવતો. ખાસ કરીને સ્પિન બોલરો વિપક્ષી બેટ્સમેનો માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યા છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પણ પીચમાંથી મદદ મળે છે. પરંતુ એકવાર બેટ્સમેન પીચના મૂડને સમજે છે, પછી બેટિંગ સરળ બની જાય છે. આ રીતે બોલરો સિવાય બેટ્સમેન માટે પણ તક છે. તે જ સમયે, આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે રનનો પીછો કરતી ટીમે 31 મેચ જીતી છે. ચેપોક મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 163 રન છે.


ચેન્નાઇ સુપર કિંગ્સનું પલડુ ભારે - ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. ખાસ કરીને આ મેદાન પર CSKના સ્પિનરો વિપક્ષી બેટ્સમેનોને ભારે મુશ્કેલી ઉભી કરે છે. જ્યારે છેલ્લી મેચમાં હોમ ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. CSKના બેટ્સમેનો અને બોલરો પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. તેથી, ગુજરાત ટાઇટન્સ સામે CSKનો હાથ ઉપર હોઈ શકે છે. શુબમન ગિલની ટીમ માટે ચેપોકમાં સીએસકેને હરાવવું આસાન નહીં હોય.