IPL 2024, GT vs SRH Playing XI: IPLમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાત ટાઈટન્સના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. હાલ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પરંતુ આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? જો કે, અમે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે?
ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ સિવાય પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેન હશે. કેપ્ટન પેટ કમિન્સ સિવાય બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ પર રહેશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.
ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીઓ પર નજર રહેશે
શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા સાથે ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ પછી અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર અને વિજય શંકર જેવા બેટ્સમેન મિડલ ઓર્ડરને મજબૂત કરશે. આ ઉપરાંત બોલિંગની જવાબદારી રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ અને મોહિત શર્મા પર રહેશે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ અને મોહિત શર્મા.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2024ની શરૂઆત ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને કરાવી હતી. સતત ત્રીજી સિઝનમાં ગુજરાતે વિજયી શરૂઆત કરી હતી. ગુજરાત ટાઈટન્સ 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં વિજેતા બન્યું હતું અને 2023માં રનર અપ રહ્યું હતું.