IPL 2024 Qualifier 1 Live: કોલકાતાએ હૈદરાબાદને હરાવી ફાઇનલમાં પહોંચ્યું, શ્રેયસ-વેંકટેશે અણનમ અડધી સદી ફટકારી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે સારી માનવામાં આવે છે. IPL 2024માં પણ આ મેદાન પર રનનો ભારે વરસાદ થયો છે. આવી સ્થિતિમાં, SRH vs KKR ક્વોલિફાયર 1 મેચમાં રનનો ભારે વરસાદ થઈ શકે છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 May 2024 10:48 PM
કોલકાતાએ ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું

કોલકાતાએ ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 160 રનના ટાર્ગેટને કોલકાતાએ 13.4 ઓવરમાં જ હાંસલ કર્યો હતો. વેંકટેશ અય્યર 51 રન અને શ્રેયસ અય્યર 58 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સનરાઈઝર્સ તરફથી ટી નટરાજન અને પેટ કમિંસને એક-એક વિકેટ મળી હતી.





વેંકટેશ અય્યરે અડધી સદી ફટકારી 

 વેંકટેશ અય્યરે માત્ર 28 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. જ્યારે શ્રેયસ અય્યર 20 બોલમાં 36 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. KKRને જીતવા માટે માત્ર 18 રનની જરૂર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ 100 રનને પાર

10 ઓવરના અંતે કોલકાતા નાઇટરાઇડર્સનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 107 રન છે.  વેંકટેશ અય્યર 38 રને અને શ્રેયસ અય્યર 14 રને રમતમાં છે.

કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 85/2

8 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર બે વિકેટે 85 રન છે. વેંકટેશ અય્યર 14 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે. શ્રેયસ અય્યર પણ ચાર બોલમાં ચાર રન પર છે. હવે KKRને 72 બોલમાં જીતવા માટે માત્ર 75 રન બનાવવાના છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ 50 રનને પાર

5 ઓવરના અંતે કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 57 રન છે. સુનીલ નારાયણ 12 રને અને વેંકટેશ ઐયર 12 રને રમતમાં છે.

ટી નટરાજને અપાવી પ્રથમ સફળતા

4 ઓવરના અંતે કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 49 રન છે.  ટી નટરાજને ગુરબાઝને 23 રનના સ્કોર પર આઉટ કરી સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ સફળતા અપાવી હતી. સુનીલ નારાયણ 12 રને અને વેંકટેશ ઐયર 4 રને રમતમાં છે.

ત્રીજી ઓવરમાં આવ્યા 18 રન

3 ઓવરના અંતે કોલકાતા નાઇટરાઇડર્સનો સ્કોર 0 વિકેટના નુકસાન પર 44 રન છે. ભુવનેશ્વર કુમારે ફેંકેલી ત્રીજી ઓવરમાં 18 રન આવ્યા હતા. ગુરબાઝ 23 અને સુનીલ નારાયણ 12 રને રમતમાં છે.

નરેન - ગુરબાઝ કરી રહ્યા છે ઓપનિંગ

160 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી કોલકાતાની ટીમે 2 ઓવરમાં વિના વિકેટે 26 રન બનાવી લીધા છે. ગુરબાઝ 12 અને સુનીલ નારાયણ 9 રને રમતમાં છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ 159 રનમાં ઓલઆઉટ  

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 03 અને નીતિશ રેડ્ડી 9 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ શાહબાઝ અહેમદ પણ શૂન્ય પર આઉટ થયો હતો. 39 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ રાહુલ ત્રિપાઠીના 35 બોલમાં 55 રન અને હેનરિક ક્લાસેનના 21 બોલમાં 32 રનની મદદથી ઈનિંગ્સને સંભાળી લીધી હતી, પરંતુ અંતે સનરાઈઝર્સ ફરી નિષ્ફળ ગઈ હતી. 126 રનમાં 9 વિકેટ પડી હતી, ત્યારબાદ પેટ કમિન્સે લીડ લીધી હતી અને 24 બોલમાં 30 રન બનાવીને સ્કોરને 150થી આગળ લઈ ગયો હતો.





સનરાઈઝર્સે ગુમાવી 8 મી વિકેટ

15 ઓવરના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 125 રન છે. અબ્દુલ સમત 16 રન બનાવી આઉટ થયો હતો.

સનરાઈઝર્સ એક જ ઓવરમાં ગુમાવી 2 વિકેટ

14 ઓવરના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 123 રન છે. રાહુલ ત્રિપાઠી 55 રન બનાવી રન આઉટ થયો હતો. સનવીર સિંહ ખાતુ પણ ખોલી શક્યો નહોતો. સુનીલ નારાયણની આ ઓવર નિર્ણાયક સાબિત થઈ શકે છે.

13 ઓવરના અંતે સનરાઈઝર્સનો સ્કોર 115/5

13 ઓવરના અંતેે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 115 રન છે. રાહુલ ત્રિપાઠી 55 રન અને અબ્દુલ શમદ 9 રન બનાવી રમતમાં છે. રાહુલ ત્રિપાઠી પર સનરાઈઝર્સના સ્કોરનો બધો આધાર છે.

સનરાઈઝર્સ 100 રનને પાર, ત્રિપાઠીની ફિફ્ટી

11 ઓવરના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 101 રન છે. રાહુલ ત્રિપાઠી 51 રન બનાવી રમતમાં છે. હેનરી ક્લાસેને 32 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો.

સુનીલ નારાયણની ઓવરમાં આવ્યા 18 રન

9 ઓવરના અંતે સનરાઈઝર્સનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 80 રન છે. સુનીલ નારાયણની ઓવરમાં 18 રન આવ્યા. ક્લાસેન 24 અને રાહુલ ત્રિપાઠી 39 રન બનાવી રમતમાં છે.

8મી ઓવરમાં આવ્યા 12 રન

8 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 62 રન છે. હર્ષિત રાણાએ આઠમી ઓવરમાં 12 રન આપ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ રાણા પર શાનદાર સિક્સર ફટકારી હતી. રાહુલ ત્રિપાઠી 21 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. જ્યારે હેનરિક ક્લાસેન 11 બોલમાં એક ચોગ્ગા સાથે 11 રન બનાવીને રમતમાં છે.

હૈદરાબાદે 50 રનમાં જ ગુમાવી 4 વિકેટ

7 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 50 રન છે. સુનીલ નારાયણે સાતમી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. રાહુલ ત્રિપાઠી અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર છે. ત્રિપાઠી 18 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 26 રન અને ક્લાસેન આઠ બોલમાં આઠ રન બનાવીને રમતમાં છે.

હૈદરાબાદનો સ્કોર 33 રનમાં 2 વિકેટ

વૈભવ અરોરાએ ચોથી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 12 રન આવ્યા હતા. હવે 4 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 33 રન છે. રાહુલ ત્રિપાઠી 13 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન અને નીતિશ રેડ્ડી 6 બોલમાં 4 રન બનાવીને રમતમાં છે.

સનરાઈઝર્સના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા

2 ઓવરના અંતે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 13 રન છે. વૈભવ અરોરાએ અભિષેક શર્માને 3 રનના સ્કોર પર આઉટ કરી કોલકાતાને બીજી સફળતા અપાવી હતી. રાહુલ ત્રિપાઠી અને નીતિશ રેડ્ડી રમતમાં છે.

સ્ટાર્કે સનરાઈઝર્સને આપ્યો પ્રથમ ઝટકો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની નબળી શરૂઆત થઈ છે. ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલી શક્યો નહોતો. સ્ટાર્કે તેને આઉટ કર્યો હતો. 1 ઓવરના અંતે સનરાઈઝર્સનો સ્કોર 8 રન છે.

બંને ટીમો માટે આ છે ઇમ્પેક્ટ પ્લેયર

કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ સબ્સ: અનુકુલ રોય, મનીષ પાંડે, નીતિશ રાણા, કેએસ ભરત, શેરફાઈન રધરફોર્ડ


સનરાઇઝર્સ હૈદરાબાદ ઇમ્પેક્ટ સબ્સ: સનવીર સિંહ, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, જયદેવ ઉનડકટ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકિપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકિપર, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત, ટી નટરાજન

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ લીધી

આઈપીએલ 2024ની પ્રથમ ક્વોલિફાયર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ રમાઈ રહી છે. મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિંસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024: સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આ મેચમાં સામસામે ટકરાશે. એક તરફ, KKRએ 20 પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી, બીજી તરફ, SRH 17 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા સ્થાને રહી. આ બંને ટીમો માટે હોમ ગ્રાઉન્ડ નહીં હોય, તેથી IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં પિચની સ્થિતિ કેવી હશે તે અંગે પ્રશ્નો ઉભા થવાના છે.


કેવી હશે પીચની હાલત?


નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે સારી માનવામાં આવે છે. IPL 2024માં પણ આ મેદાન પર રનનો ભારે વરસાદ થયો છે. આવી સ્થિતિમાં, SRH vs KKR ક્વોલિફાયર 1 મેચમાં રનનો ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ આ પીચ પણ ફાસ્ટ બોલરો માટે ખાસ મદદરૂપ રહી છે. જો છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો પીછો કરતી ટીમ દરેક વખતે વિજયી રહી છે. તેથી, ક્વોલિફાયર મેચમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.


સનરાઇઝર્સ હૈદરાબાદને જબરદસ્ત ફાયદો થશે


2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત પહેલા રમતા 240 રન બનાવી શક્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ જ મેદાન પર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. બીજું, તેનું બેટ IPL 2024માં ઘણા રન બનાવી રહ્યું છે. હેડે આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારીને 533 રન બનાવ્યા છે.


બીજી તરફ જો પેટ કમિન્સની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 10 ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર 34 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જ્યારે SRH એ IPL 2024માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમી હતી ત્યારે પણ કમિન્સે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 1 વિકેટ લીધી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપ હોવાથી SRHના તોફાની બેટ્સમેનો આ વખતે જોરદાર સ્કોર બનાવી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.