KL Rahul Hugs Sanjiv Goenka: જ્યારથી હૈદરાબાદ સામેની મેચ બાદ લખનઉ સુપર જાયન્ટ્સના સહ-માલિક સંજીવ ગોયનકા અને લખનઉના કેપ્ટન કેએલ રાહુલ વચ્ચેનો ચેટ વીડિયો વાયરલ થયો છે ત્યારથી બંન્ને વચ્ચે અણબનાવની અફવા ફેલાઇ રહી છે. પરંતુ તેમાં એક નવો વળાંક આવ્યો છે. કારણ કે સંજીવ ગોયનકાના ઘરે ડિનર પાર્ટી માટે પહોંચેલા કેએલ રાહુલની એક તસવીર વાયરલ થયા બાદ હવે તમામ ચર્ચા બંધ થઇ ગઇ છે. વાયરલ ફોટોમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.






SRH સામે હાર્યા બાદ સંજીવ ગોયકાએ રાહુલને ઠપકો આપ્યો હતો


સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ લખનઉ સુપર જાયન્ટ્સમાં તણાવની સ્થિતિ હતી. આ માત્ર તે મેચમાં ટીમને મળેલી કારમી હારને કારણે થયું નથી. પરંતુ તે પછી સંજીવ ગોયનકા અને કેએલ રાહુલ વચ્ચે જે કંઈ બન્યું તેના કારણે થયું હતું. હૈદરાબાદ સામેની કારમી હાર બાદ ગોયનકાએ મેદાન પર જ કેએલ રાહુલને ઠપકો આપતા જોવા મળ્યા હતા. સંજીવ ગોયનકા અને કેએલ રાહુલ મામલે વિવાદ ઉભો થયો હતો. જેને લઇને કેટલાક ક્રિકેટ ફેન્સે સંજીવ ગોયનકાની ટિકા કરી હતી. એવી પણ ચર્ચા શરૂ થઇ હતી કે કેએલ રાહુલ કેપ્ટન પદેથી રાજીનામું આપી દેશે. જોકે આ તસવીર બાદ લખનઉમાં બધુ યોગ્ય હોવાનું લાગી રહ્યું છે.


અથિયા શેટ્ટીએ શું કહ્યું હતું


કેએલ રાહુલની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી જે વાયરલ થઈ રહી છે. તાજેતરમાં અથિયાએ સંજીવ ગોયનકા અને કેએલ રાહુલ વચ્ચેના વિવાદનો ઉલ્લેખ કરતી વખતે માત્ર એક લાઇન લખી હતી, જે પોતે ઘણું કહી જાય છે. તેણે લખ્યું – તોફાન પછીની શાંતિ... અથિયાના નિવેદનનો અર્થ એ પણ સમજી શકાય છે કે હવે કેએલ રાહુલ અને સંજીવ વચ્ચે બધું બરાબર છે. એટલે કે, તેમણે ખોટી અટકળો લગાવનારાઓને જવાબ આપ્યો હતો.