IPL Playoffs And Final 2024 Ticket Booking: IPL 2024 ધીમે ધીમે પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. ટૂર્નામેન્ટમાં 70 લીગ મેચો રમાવાની છે જેમાંથી 63 મેચ રમાઈ ચૂકી છે. પ્લેઓફ નજીક આવતા જોઈને આઈપીએલે ફાઈનલ સહિત નૉકઆઉટ મેચોની માટેનું એનાઉન્સમેન્ટ પણ કરી દીધુ છે. અત્યાર સુધી ત્રણ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે એકમાત્ર કેકેઆરની ટીમ પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ ગયું છે.


પ્લેઓફની પ્રથમ મેચ ક્વૉલિફાયર-1 21મી મે (મંગળવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પછી એલિમિનેટર મેચ 22 મે, બુધવારે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એલિમિનેટર મેચ રમાશે. ત્યારબાદ બીજી ક્વૉલિફાયર 24 મે, શુક્રવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. આ પછી 26 મે, રવિવારે ફાઇનલ રમાશે. ફાઈનલ મેચ પણ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.


ક્યારે, ક્યાંથી અને કઇ રીતે ખરીદી શકો છો આઇપીએલ પ્લેઓફની ટિકીટ 
IPL એ પ્લેઓફ માટે ટિકિટ ખરીદવાની તારીખોની જાહેરાત કરી દીધી છે. મંગળવારે 14મી મેના રોજ સાંજે 6 વાગ્યાથી ટિકિટ લાઈવ થઈ જશે. 14મીએ ચાહકો ક્વૉલિફાયર-1, એલિમિનેટર અને ક્વૉલિફાયર-2ની ટિકિટ ખરીદી શકશે, જ્યારે 20મી મે મંગળવારથી ફાઈનલ મેચની ટિકિટ ઉપલબ્ધ થશે.


જો કે, 14 અને 20 મેના રોજ જે લોકો પાસે રૂપિયાનું કાર્ડ હશે તેઓ જ ફાઈનલ સહિતની પ્લેઓફની ટિકિટ ખરીદી શકશે. જેમની પાસે રુપિયા કાર્ડ નથી, તેઓ ક્વૉલિફાયર-1, એલિમિનેટર અને ક્વૉલિફાયર-2ની 15 મે (તબક્કો-1) અને 21 મે (તબક્કો-1)ની ફાઇનલ ટિકિટ ખરીદી શકશે.


તમે IPLની ઓફિશિયલ વેબસાઇટ, Paytm એપ અને www.insider.in પરથી ટિકિટ ખરીદી શકો છો.






ચેન્નાઇએ જીત્યો હતો આઇપીએલ 2023નો ખિતાબ 
નોંધનીય છે કે ગઇ સીઝન એટલે કે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ જીત્યું હતું. ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. આ વખતે પણ ચેન્નાઈ પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે ટીમ પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ રહે છે કે નહીં.