IPL 2024, CSK vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સીએસકે માટે રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડે ઓપનિંગ કર્યું. આ મેચમાં રવિન્દ્ર પોતાની ઇનિંગના પહેલા જ બોલ પર એવી રીતે બોલ્ડ થયો હતો. મોહસીન ખાનના બોલ પર રવિન્દ્ર કોઈ હિલચાલ કરે તે પહેલા બોલે વિકેટ વેરવિખેર કરી દીધી હતી. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે તેની પ્રથમ વિકેટ માત્ર 4 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. આઈપીએલમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે રચિન રવિન્દ્ર શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હોય.


મેટ હેનરી ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેના તમામ 6 બોલ અજિંક્ય રહાણેએ રમ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં મોહસીન ખાનની સામે રચિન રવિન્દ્ર હતો. મોહસિને તેની ઓવરના પહેલા જ બોલ પર રવિન્દ્રને આઉટ કર્યો હતો. રવિન્દ્રએ IPL 2024માં પોતાની પ્રથમ બે મેચમાં 37 રન અને 46 રનની તોફાની ઇનિંગ્સ રમીને બતાવ્યું હતું કે તે સમગ્ર સિઝનમાં બોલરોને રોકી શકે છે. પરંતુ તે પછી રવિન્દ્ર 5 મેચમાં માત્ર 50 રન જ બનાવી શક્યો છે અને મોટા શોટ રમવામાં પણ સંઘર્ષ કરી રહ્યો છે.






આઈપીએલની છે ડેબ્યૂ સિઝન


આઈપીએલ 2024ની હરાજીમાં રચિન રવિન્દ્રને 1.8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ તેની આઈપીએલ ડેબ્યૂ સિઝન છે અને અત્યાર સુધી તે વર્તમાન સિઝનમાં 6 મેચમાં 133 રન બનાવી શક્યો છે, પરંતુ વિકેટ લેવાના મામલે તે ઘણો સારો થઈ રહ્યો છે. રવિન્દ્રએ 133 રન બનાવવા ઉપરાંત 7 વિકેટ પણ લીધી છે. રવિન્દ્ર નિષ્ફળ જતાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ટોપ ઓર્ડર નબળો દેખાઈ રહ્યો છે. રવિન્દ્ર ભલે વધુ રન બનાવી શક્યો ન હોય, પરંતુ તેની બાઉન્ડ્રી ટકાવારી પણ ઘણી સારી રહી છે.


ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11



ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પથિરાના.


લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ-11



કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને યશ ઠાકુર.