IPL 2024, Virat Kohli: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે આઈપીએલ 2024ની 19મી મેચ જયપુરમાં રમાઈ રહી છે. IPL 2024માં રાજસ્થાને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. જ્યારે બેંગ્લોરે 4 મેચ રમીને માત્ર એક જ જીત મેળવી છે.  મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો.


વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 14 ઓવરમાં 125 રનની પાર્ટનરશિપ કરી હતી. ફાફ ડુ પ્લેસિસ 44 રન બનાવી ચહલની ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.


આઈપીએલમાં કોઈપણ વિકેટ માટે 100થી વધુ રનની પાર્ટનરશિપમાં સામેલ બેટ્સમેનો



  • 28 - વિરાટ કોહલી

  • 26 - ડેવિડ વોર્નર

  • 21 - શિખર ધવન

  • 20 - ક્રિસ ગેલ

  • 19 - ફાફ ડુ પ્લેસિસ

  • 17 - એબી ડી વિલિયર્સ


આ રેકોર્ડની કરી બરાબરી


સૌથી વધુ 100 રન કે તેથી વધુના પાર્ટનરશિપ સિવાય કોહલીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી IPLમાં 11મી વખત 100થી વધુની ઓપનિંગ પાર્ટનરશિપમાં સામેલ થયો હતો. જેની સાથે તેણે ક્રિસ ગેઇલના રેકોર્ડની બરાબરી કરી હતી. આ મામલે ડેવિડ વોર્નર ટોચ પર છે તેણે 14 વખત આ કારનામું કર્યુ છે.


RR vs RCB IPL મેચોમાં 100 થી વધુ ઓપનિંગ સ્ટેન્ડ



  • 181* - વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ (RCB), મુંબઈ WS, 2021

  • 125 - વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ (RCB), જયપુર, 2024

  • 109 - ગ્રીમ સ્મિથ અને સ્વપ્નિલ અસનોડકર (આરઆર), જયપુર, 2008


IPLમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી



  • 2220 - ડેવિડ વોર્નર અને શિખર ધવન

  • 1478 - ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પા

  • 1461 - શિખર ધવન અને પૃથ્વી શો

  • 1432 - વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ

  • 1401 - ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો


રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.