IPL 2026 final: 28 માર્ચથી શરૂ થયેલો ક્રિકેટનો મહાકુંભ આજે તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. IPL 2026 ની ફાઇનલ મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાવા જઈ રહી છે. ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ટાઇટલ માટેની છેલ્લી લડાઈ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળશે. એક તરફ રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCB સતત બીજી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે, તો બીજી તરફ શુભમન ગિલ પોતાની કેપ્ટનશીપમાં પહેલી ટ્રોફી ઉઠાવવાનો પ્રયાસ કરશે. ચાલો જાણીએ આ મેચની પિચ, આંકડાઓ અને બંને ટીમોની પ્લેઇંગ 11 વિશેની તમામ વિગતો.

ફાઇનલનો તખ્તો તૈયાર છે

10 ટીમો વચ્ચેની લાંબી સફર બાદ, લીગ સ્ટેજની ટોપ 2 ટીમો ફાઇનલમાં પહોંચી છે. અગાઉ ક્વોલિફાયર 1 માં RCB એ ગુજરાતને હરાવ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને છે. આજની આ ફાઇનલ મેચ માટે સાંજે 7:00 વાગ્યે ટોસ થશે અને 7:30 વાગ્યે મેચની ધમાકેદાર શરૂઆત થશે. ભલે આ મેદાન ગુજરાત ટાઇટન્સનો ગઢ એટલે કે હોમ ગ્રાઉન્ડ હોય, પરંતુ ગયા વર્ષે RCB એ અહીં જ પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી. તેથી, આ મુકાબલો ખૂબ જ રસાકસીભર્યો રહેવાની પૂરી સંભાવના છે.

Continues below advertisement
Continues below advertisement

આંકડાઓમાં કોનું પલડું છે ભારે?

જો આપણે હેડ-ટુ-હેડ આંકડાઓ પર નજર કરીએ તો, રજત પાટીદારની ટીમ RCB ગુજરાત ટાઇટન્સ સામે 5-4 થી આગળ છે. જોકે, અમદાવાદના આ સ્ટેડિયમમાં બંને ટીમોનો રેકોર્ડ 1-1 થી બરાબરી પર છે. નોંધનીય છે કે, આ સિઝનમાં ગુજરાતે આ જ મેદાન પર RCB ને માત આપી હતી. ગુજરાતનો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રેકોર્ડ પણ શાનદાર છે; IPL 2026 માં ગુજરાતે અહીં 7 માંથી 5 મેચમાં જીત નોંધાવી છે.

આ પણ વાંચોઃ સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી

કેવો રહેશે પિચનો મિજાજ?

આજની મેચ હાઈ-સ્કોરિંગ રહેવાની પૂરી શક્યતા છે. મિશ્ર માટીની આ પિચ પર સારો એવો ઉછાળો જોવા મળશે, જેના કારણે ફાસ્ટ બોલરોને પણ શરૂઆતમાં સારી મદદ મળી શકે છે. મોટાભાગે ટોસ જીતનાર કેપ્ટન અહીં પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. કાગળ પર ભલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મજબૂત દેખાતી હોય, પરંતુ છેલ્લી મેચમાં તેમને અહીં ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, એટલે ગુજરાતને હળવાશથી લઈ શકાય નહીં.

આ પણ વાંચોઃ RCB vs GT IPL 2026 ફાઈનલ: જો વરસાદને લીધે મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

મેચની આગાહી (Prediction)

અમારા અનુમાન મુજબ, આ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વિજેતાની સચોટ આગાહી કરવી તો મુશ્કેલ છે, પરંતુ ફાઇનલ મેચનું દબાણ જોતાં, જે ટીમ પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવશે તેના જીતવાના ચાન્સ વધુ છે. ટાર્ગેટ ચેઝ કરવા કરતા, તેને ડિફેન્ડ કરવો આ પીચ પર થોડો સરળ રહી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11

RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર):

વેંકટેશ ઐયર

વિરાટ કોહલી

દેવદત્ત પડિકલ

રજત પાટીદાર (કેપ્ટન)

જિતેશ શર્મા (વિકેટકીપર)

ટિમ ડેવિડ

કૃણાલ પંડ્યા

ભુવનેશ્વર કુમાર

જોશ હેઝલવુડ

રસિક સલામ દાર

જેકબ ડફી

રોમારિયો શેફર્ડ

GT (ગુજરાત ટાઇટન્સ):

સાઈ સુદર્શન

શુભમન ગિલ (કેપ્ટન)

જોસ બટલર (વિકેટકીપર)

નિશાંત સિંધુ

વોશિંગ્ટન સુંદર

જેસન હોલ્ડર

રાશિદ ખાન

રાહુલ તેવતિયા

કાગીસો રબાડા

મોહમ્મદ સિરાજ

પ્રસિદ્ધ કૃષ્ણ

અરશદ ખાન / આર. સાઈ કિશોર