IPL 2026 Playoff Teams Schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સિઝન હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. લાંબી ખેંચતાણ પછી આખરે પ્લેઓફમાં રમનારી 4 ટીમોના નામ ફાઇનલ થઈ ગયા છે. રિયાન પરાગની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પણ ટોપ-4 માં પોતાની જગ્યા પાકી કરીને પ્લેઓફમાં એન્ટ્રી મારી લીધી છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પોતાની જગ્યા બનાવી ચૂકી હતી. ચારેય ટીમો નક્કી થયા બાદ હવે ક્રિકેટ ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે પ્લેઓફમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? તો ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ પ્લેઓફનું આખું ગણિત અને મેચોનો કાર્યક્રમ.

Continues below advertisement

ક્વોલિફાયર 1: RCB અને ગુજરાત વચ્ચે જામશે જંગ

પ્લેઓફના નિયમ મુજબ, પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબરે રહેલી ટીમો વચ્ચે 'ક્વોલિફાયર 1' રમાય છે. આ સિઝનમાં બેંગ્લોર પહેલા ક્રમે અને ગુજરાત ટાઇટન્સ બીજા ક્રમે છે. આથી, આ બંને મજબૂત ટીમો વચ્ચે ક્વોલિફાયર 1 નો જંગ જામશે. આ હાઈવોલ્ટેજ મેચ 26 મે, મંગળવારના રોજ ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં રમાશે.

Continues below advertisement

એલિમિનેટર: હૈદરાબાદ અને રાજસ્થાન આમને-સામને

ટેબલમાં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમોએ 'એલિમિનેટર' મેચ રમવાની હોય છે. અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે છે. આ બંને ટીમો વચ્ચે 27 મે ના રોજ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાંટાની ટક્કર થશે.

આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે? 

સમજો પ્લેઓફનો નિયમ: ટોપ 2 ટીમોને મળે છે ડબલ ચાન્સ

પ્લેઓફનો ફોર્મેટ ખૂબ જ રસપ્રદ છે. ક્વોલિફાયર 1 રમનારી બંને ટોચની ટીમો (RCB અને GT) પાસે ફાઇનલમાં પહોંચવા માટે 2 તક હોય છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે, જ્યારે હારનારી ટીમને 'ક્વોલિફાયર 2' માં રમવાની વધુ એક તક મળશે.

બીજી તરફ, એલિમિનેટર મેચ 'કરો યા મરો' (Do or Die) જેવી હોય છે. આ મેચમાં હારનારી ટીમ સીધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જ્યારે વિજેતા ટીમને ક્વોલિફાયર 2 માં રમવા મળશે, જ્યાં તેનો મુકાબલો ક્વોલિફાયર 1 માં હારેલી ટીમ સાથે થશે.

ક્વોલિફાયર 2 મેચ 29 મે ના રોજ ન્યૂ ચંદીગઢમાં જ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે આ 4 ધુરંધર ટીમોમાંથી કોણ બાજી મારે છે!

આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર