IPL 2023 Auction: આઈપીએલ 2023ને લઈ ખેલાડીઓની હરાજી થઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ઈંગ્લેન્ડના હેરી બુક્સને 13.25 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને 2 કરોડમાં ખરીદ્યો હતો.
પહેલા સેટ પર આ ખેલાડીઓ પર લાગશે બોલી
મયંક અગ્રવાલ (ભારત) - બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા
હૈરી બ્રૂક (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા
અજિંક્યે રહાણે (ભારત)- બેઝ પ્રાઇઝ 50 લાખ
જૉ રૂટ (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1 કરોડ
રાઇલી રુસો (દક્ષિણ આફ્રિકા)- બેઝ પ્રાઇસ 2 કરોડ
કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) - બેઝ પ્રાઇસ 2 કરોડ
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.