Most Expensive Player in Every IPL Auction: દરેક ક્રિકેટ ચાહક IPL 2025ની મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે, જે 24 અને 25 નવેમ્બરના રોજ બે દિવસ માટે સાઉદી અરેબિયાના જેદ્દામાં યોજાશે. આ IPL મેગા ઓક્શન માટે વિશ્વભરમાંથી 1574 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ હરાજી માટે માત્ર 574 ખેલાડીઓ જ શૉર્ટલિસ્ટ થયા હતા. તેમાંથી હવે માત્ર 204 ખેલાડીઓ જ વેચી શકાશે. હવે જોવાનું એ રહે છે કે IPL 2025નો સૌથી મોંઘો ખેલાડી કોણ બનશે. આ પહેલા એ જાણવું રસપ્રદ રહેશે કે IPL 2008 થી 2024 દરમિયાન દરેક વખતે હરાજીમાં કોણ સૌથી મોંઘું ખેલાડી રહ્યું છે.
આઇપીએલમાં દરેક વર્ષમાં કોણ વેચાયુ સૌથી મોંઘુ ?
આઈપીએલ 2008: - આઈપીએલ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2009: - IPL 2009 માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેવિન પીટરસનને ખરીદ્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સે એન્ડ્રુ ફ્લિન્ટોફને રૂ. 9.8 કરોડમાં ખરીદ્યો.
IPL 2010: - IPL 2010 માં કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડ અને મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પૉલાર્ડને 4.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2011: - IPL 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરને 14.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2012: - IPL 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને 12.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2013: - IPL 2013માં મુંબઈ ઈન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને 6.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2014: - IPL 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુવરાજ સિંહને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2015: - દિલ્હી ડેરડેવિલ્સે IPL 2015માં યુવરાજ સિંહને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2016: - શેન વૉટસનને IPL 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2017: - રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે IPL 2017માં બેન સ્ટોક્સને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2018: - IPL 2018માં રાજસ્થાન રૉયલ્સે 12.5 કરોડ રૂપિયામાં બેન સ્ટૉક્સને ખરીદ્યો.
IPL 2019: - IPL 2019 માં રાજસ્થાન રૉયલ્સે જયદેવ ઉનડકટને ખરીદ્યો અને કિંગ્સ XI પંજાબે વરુણ ચક્રવર્તીને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2020: - કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2020માં પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL 2021: - IPL 2021 માં રાજસ્થાન રૉયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL 2022: - IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2023: - IPL 2023માં પંજાબ કિંગ્સે સેમ કુરાનને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2024: - IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
આ પણ વાંચો