Daniel Vettori, Sunrisers Hyderabad: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં કેટલીય ટીમોમાં મોટા મોટા ફેરફારો જોવા મળી શકશે. આ બધાની વચ્ચે હવે સનરાઇઝર્સ હૈદરાબાદે કૉચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ખરેખરમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે મુખ્ય કૉચ બ્રાયન લારાને હટાવી દીધા છે. હવે બ્રાયન લારાની જગ્યાએ ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડેનિયલ વેટ્ટોરીને હેડ બનાવવામાં આવ્યો છે. IPL 2023ની સિઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નિરાશાજનક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2023 સિઝનમાં પૉઈન્ટ ટેબલમાં તળિયે હતું. આ ટીમે આખી સિઝનમાં માત્ર 4 મેચ જીતી છે. જોકે, હવે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેનિયલ વિટ્ટોરી પર દાંવ લગાવ્યો છે.


સનરાઇઝર્સ હૈદરાબાદે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરીને આપી જાણકારી - 
સનરાઈઝર્સ હૈદરાબાદે સોશ્યલ મીડિયા પર ડેનિયલ વિટ્ટોરીને મુખ્ય કૉચ બનવાની માહિતી આપી હતી. આ પૉસ્ટમાં લખ્યું છે કે બ્રાયન લારા સાથેનો અમારો 2 વર્ષનો કૉન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં તમારા યોગદાન બદલ આભાર... અમે તમને તમારા ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. નોંધપાત્ર રીતે બ્રાયન લારા બેટિંગ કૉચ તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સંકળાયેલા હતા.






આ ટીમને કૉચિંગ આપી ચૂક્યો છે ડેનિયલ વિટ્ટોરી.... 
બીજીબાજુ ડેનિયલ વિટ્ટોરીની વાત કરીએ તો તે IPLમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે કૉચિંગ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ડેનિયલ વિટ્ટોરીએ ઓસ્ટ્રેલિયાની ટીમના આસિસ્ટન્ટ કૉચની જવાબદારી સંભાળી છે. ડેનિયલ વિટ્ટોરી 2014 થી 2018 સુધી IPLમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના મુખ્ય કૉચ હતા. હાલમાં ડેનિયલ વિટ્ટોરી ધ હન્ડ્રેડમાં બર્મિંગહામના કૉચ છે. ઉલ્લેખનીય છે કે, ડેનિયલ વિટ્ટોરી પણ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૉર તરફથી રમી ચૂક્યો છે.