IPL Most Expensive Players: 2023 માટે આઈપીએલની હરાજી ચાલી રહી છે. આ વર્ષની હરાજીમાં અનેક રેકોર્ડ તૂટ્યા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની હરાજીમાં 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કરન ઈજાના કારણે લીગની છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો, પરંતુ આ સિઝનમાં તે પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. કરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો. આ સાથે, કરન આ લીગમાં સૌથી વધુ વેચાણ કરનાર ખેલાડી પણ બની ગયો છે.
આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઈતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પૂરનને લખનૌ સુપરજાયન્ટ્સ દ્વારા 16 કરોડ રૂપિયાની મોટી કિંમતમાં જોડવામાં આવ્યો છે. પૂરન છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રૂ. 10.75 કરોડની કિંમતે રમ્યો હતો, પરંતુ એક સિઝન બાદ હૈદરાબાદે તેને રિલીઝ કર્યો હતો. પૂરન છેલ્લા કેટલાક સમયથી સતત સંઘર્ષ કરી રહ્યો હતો, તેથી બહુ ઓછા લોકોએ તેને આટલી મોટી કિંમત મળવાની અપેક્ષા રાખી હતી.
- પંજાબ કિંગ્સે સેમ કુરનને રૂ. 18.50 કરોડમાં ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સે કેમરુન ગ્રીનને રૂ, 17.50 કરોડમાં ખરીદ્યો
ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો
નિકોલસ પુરનને લખનઉ સુપર કિંગ્સે 16 કરોડમાં કરારબદ્ધ કર્યો
હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો
મંયક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ.8.25 કરોડમાં ખરીદ્યો
જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડમાં ખરીદ્યો
હેનરિચ ક્લાસને સનરાઇઝર્સ હૈદરાબાદે 5.25 કરોડમાં કરારબદ્ધ કર્યો
ફિલ સાલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે રૂ. 2 કરોડમાં કરારબદ્ધ કર્યો
આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.