ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. ગ્રીન ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી. જેમાં મુંબઈએ અંત સુધી હાર ન માની અને તેમની સાથે જોડાવા માટે 17.50 કરોડ રૂપિયા ખર્ચ્યા. ગ્રીનનું નામ આવતાની સાથે જ ટીમોએ તેના માટે એટલી ઝડપથી બોલી લગાવવાનું શરૂ કરી દીધું કે આંખના પલકારામાં તેણે 10 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો. એવું લાગી રહ્યું હતું કે ટીમો તેમને ખરીદવા જ બેઠી છે. મુંબઈની ટીમે આ શાનદાર ખેલાડીને 17.50 કરોડમાં ખરીદ્યો છે.
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સૈમ કરન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.