IPL Teams Owners Profit: આઇપીએલની નવી સિઝન 16 આગામી 31 માર્ચથી શરૂ થઇ રહી છે, આ પહેલા જાણો આઇપીએલ વિશે ખાસ વાતો... જ્યારે પણ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી થાય છે ત્યારે ફ્રેન્ચાઈઝીઓ તેમને ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. IPLની હરાજીમાં એક ખેલાડીની કિંમત કરોડો રૂપિયા થાય છે. વર્ષ 2023ની મિની ઓક્શનમાં એકલા ઈંગ્લેન્ડના સેમ કરન 18.50 કરોડ રૂપિયાની તગડી કિંમતમાં વેચાયો હતો, પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે વિચારો કે જ્યારે ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને ખરીદવા માટે આટલા પૈસા ખર્ચી શકે છે, તો પછી તેઓ આ પૈસા ક્યાંથી લાવે છે. ખેલાડીઓ ઉપરાંત, ફ્રેન્ચાઇઝીએ કૉચ અને સહાયક સ્ટાફને પણ ચૂકવણી કરવી પડશે. જાણો અહીં દરેક ટીમના માલિકો કેવી રીતે કમાય છે.... 


શું છે કમાણીનો રસ્તો ?
IPLને BCCI દ્વારા ચલાવવામાં આવે છે. IPL ટીમ અને BCCI માટે આવકનો સ્ત્રોત મીડિયા અને પ્રસારણ છે. IPL ફ્રેન્ચાઇઝીઓ તેમના મીડિયા અને પ્રસારણ હક્કો વેચીને મોટાભાગના રૂપિયા કમાઇ લે છે. એક રિપોર્ટ અનુસાર, અગાઉ બીસીસીઆઇએ (BCCI) પ્રસારણ અધિકારોમાંથી કમાણીનો 20 ટકા હિસ્સો રાખતી હતી, અને બાકીની 80 ટકા IPL ટીમોને ફાળે જતો હતો. પરંતુ હવે આ હિસ્સો 50-50 ટકા થઈ ગયો છે.


જાહેરાતોથી પણ થાય છે કમાણી - 
આઇપીએલ ફ્રેન્ચાઇઝી મીડિયા પ્રસારણ અધિકારો વેચવા ઉપરાંત જાહેરાતોમાંથી પણ તગડી કમાણી કરે છે. ખેલાડીઓની કેપ, જર્સી અને હેલ્મેટ પર દેખાતા કંપનીઓના નામ અને લૉગો માટે કંપનીઓ IPL ફ્રેન્ચાઈઝીઓને તગડી રકમ ચૂકવે છે. આ સિવાય ખેલાડીઓ IPL દરમિયાન અનેક પ્રકારની જાહેરાતો શૂટ કરે છે. ટીમો પણ આ જાહેરાતોમાંથી ઘણી કમાણી થતી હોય છે. 


આસાનીથી સમજો ટીમોની કમાણી - 
IPL ફ્રેન્ચાઇઝીઓ કેવી રીતે કમાય છે ? આને આસાન ભાષામાં અહીં સમજો. સૌથી પહેલા આઈપીએલ ટીમોની કમાણીને ત્રણ ભાગમાં વહેંચીએ. આ છે સેન્ટ્રલ રેવન્યૂ, પ્રમૉશનલ રેવન્યૂ અને લૉકલ રેવન્યૂ છે. મીડિયા પ્રસારણ અધિકારો અને ટાઇટલ સ્પૉન્સરશિપ સેન્ટ્રલ રેવન્યૂ હેઠળ આવે છે. આમાંથી, ટીમ લગભગ 60-70 ટકા કમાય છે, જ્યારે પ્રમૉશનલ રેવન્યૂથી 20-30 ટકા કમાય છે. આવી જ રીતે લૉકલ રેવન્યૂમાંથી 10 ટકા કમાણી થાય છે, જેમાં ટિકીટના વેચાણ સહિત અન્ય કેટલીક બાબતોનો સમાવેશ થાય છે.