DC vs SRH Possible Playing11: આઇપીએલમાં આજે રાત્રે એટલે કે 24 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને ટકરાશે. આઈપીએલની આ સિઝન અત્યાર સુધી બંને ટીમો માટે ખુબ જ નિરાશાજનક રહી છે, બન્ને ટીમો કંઇક ખાસ પ્રદર્શન કરી શકી નથી. આ ટીમો પૉઈન્ટ ટેબલમાં અત્યારે સાવ તળિયે બેસી ગઇ છે. હાલમાં SRH નવમા અને દિલ્હી દસમા સ્થાને છે. આજની મેચમાં SRHના પ્લેઇંગ-11માં ફેરફારની આશા નહીવત છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમ તેના બે મુખ્ય ખેલાડીઓ પૃથ્વી શૉ અને મિશેલ માર્શને બહાર બેસાડી શકે છે.
ખરેખર, SRH પાસે મર્યાદિત ઓપ્શનો છે અને કેટલાક ખેલાડીઓ અમૂક અમૂક વાર સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. આવામાં આ ઓરેન્જ આર્મી આજની મેચમાં કોઈ ફેરફાર એવી શક્યતા નહીવત છે, તો વળી બીજીબાજુ પૃથ્વી શૉ અને મિશેલ માર્શ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે એકદમ ફ્લૉપ સાબિત થયા છે. આજની મેચમાં દિલ્હી પાસે આ બેના ઓપ્શનનો શોધવાનો પડકાર છે. આવામાં આજની મેચમાં દિલ્હીની ટીમ કેટલાક ખાસ ફેરફારો થઇ શકે છે.
બન્નેની ટીમોની સંભવિત પ્લેઇંગ -11
DC પ્લેઇંગ -11 (પહેલા બેટિંગ) -
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), રિલે રુસો, સરફરાજ ખાન, મનિષ પાન્ડે, અક્ષર પટેલ, લલિત યાદવ, અમન ખાન, કુલદીપ યાદવ, એનરિક નૉર્ખિયા, મુકેશ કુમાર.
DC પ્લેઇંગ -11 (પહેલા બૉલિંગ) -
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), રિલે રુસો, સરફરાજ ખાન, મનિષ પાન્ડે, અક્ષર પટેલ, લલિત યાદવ, અમન ખાન, કુલદીપ યાદવ, એનરિક નૉર્ખિયા, મુકેશ કુમાર, ઇશાન્ત શર્મા.
DC ઇમ્પેક્ટ પ્લેયર- ઇશાન્ત શર્મા / સરફરાજ ખાન.
SRH પ્લેઇંગ -11 (પહેલા બેટિંગ) -
હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, અડન મારક્રમ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, વૉશિંગટન સુંદર, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, મયંક માર્કન્ડે.
SRH પ્લેઇંગ -11 (પહેલા બૉલિંગ) -
હેરી બ્રૂક, રાહુલ ત્રિપાઠી, અડન મારક્રમ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, વૉશિંગટન સુંદર, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, મયંક માર્કન્ડે, ટી. નટરાજન.
SRH ઇમ્પેક્ટ પ્લેયર - ટી નટરાજન / મયંક અગ્રવાલ.