Ricky Ponting Claim: આઇપીએલ 2024માં આ વખતે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરું IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. ખાસ વાત છે કે, બેંગલુરુંએ સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. હવે ટીમ ટૂર્નામેન્ટની એલિમિનેટર મેચ આજે એટલે કે 22મી મે, બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામે રમશે, પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિનર કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કૉચ રિકી પોન્ટિંગે મોટો દાવો કર્યો હતો અને કહ્યું છે કે જો આ વખતે RCB તેની પ્રથમ IPL જીતે તો નવાઈ નહીં. આ વખતે બેંગલુરું જીત માટે હૉટ ફેવરિટ છે.


પોન્ટિંગે 'આઈસીસી'ને ટાંકીને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુંની વાત કરી હતી. તેમને કહ્યું, "આરસીબીએ તેમની છેલ્લી છ મેચોમાં જે કંઈ કર્યું છે, જો તેઓ તેમની પ્રથમ આઈપીએલ જીતે તો નવાઈ પામશો નહીં."


બેંગલુરુંએ છેલ્લી 6 મેચમાં સતત જીત નોંધાવી હતી. ટીમે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. સતત 6 જીત હાંસલ કરતા પહેલા ટીમ સતત 6 મેચ હારી ગઈ હતી. બેંગલુરુંએ પ્રથમ 8 મેચમાંથી માત્ર 1માં જ જીત મેળવી હતી. 1 જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ ત્યારબાદ અહીંથી ટીમે જોરદાર વાપસી કરી અને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી.


ફાફ ડુ પ્લેસીસની આગેવાની હેઠળ બેંગલુરુએ 14 લીગ મેચોમાંથી 7 જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. RCB ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પણ 7-7 લીગ મેચો જીતી અને 14 પોઈન્ટ જીત્યા, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે, બેંગલુરુએ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.


વિરાટ કોહલી છે હાઇ સ્કૉરર 
નોંધનીય છે કે વિરાટ કોહલી IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલી સતત માથા પર ઓરેન્જ કેપ પહેરે છે. આરસીબીના પૂર્વ કેપ્ટને અત્યાર સુધી 14 મેચની 14 ઇનિંગ્સમાં 64.36ની એવરેજ અને 155.60ની સ્ટ્રાઇક રેટથી 708 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 સદી ફટકારી છે. કોહલીએ અત્યાર સુધીમાં 59 ચોગ્ગા અને 37 છગ્ગા ફટકાર્યા છે.