Delhi Electricity Subsidy: વીજળી પર અપાતી સબસિડી અંગે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે વીજળી સબસિડી વૈકલ્પિક રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ઘણા લોકોને મફત વીજળી મળે છે અને તે માટે દિલ્હી સરકાર સબસિડી આપે છે.
દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, ઘણા લોકોએ કહ્યું છે કે અમે સક્ષમ છીએ અને અમારે મફતમાં વીજળી નથી જોઈતી. આનો ઉપયોગ તમે વિકાસ માટે કરી શકો છો. હવે અમે લોકોને પુછીશું કે શું તેમને વીજળીની સબસિડી જોઈએ છે કે નહી? જે લોકો વીજળી પર સબસિડી માંગશે તેમને અમે સબસિડી આપીશું. 1 ઓક્ટોમ્બરથી દિલ્હીમાં એ લોકોને જ વીજળી પર સબસિડી મળશે જે લોકો સબસિડીની માંગ કરશે.
કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, દિલ્હી કેબિનેટે દિલ્હી સ્ટાર્ટઅપ નીતિને પસાર કરી છે. આ નીતિમાં આમ આદમી પાર્ટી સરકાર સ્ટાર્ટ-અપ શરુ કરનાર યુવાનોને મદદ કરશે. દિલ્હી સરકાર રુપિયાની મદદની સાથે અન્ય રીતે પણ સ્ટાર્ટ-અપ શરુ કરનાર યુવાનોને મદદ કરશે. દિલ્હી સરકાર ઘણી બધી નાણાંકિય સહાય પણ કરશે.
સીએમ કેજરીવાલે આગળ કહ્યું કે, દિલ્હીની સ્કૂલમાં ભણતા બાળકોને સરકાર વેપાર-ધંધો શરુ કરવા માટે મદદ કરશે. દિલ્હી સરકાર કોઈ પણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટ અપ શરુ કરવા માંગે છે અને જો એ વિદ્યાર્થીએ પોતાના ભણતરની સાથે કોઈ વસ્તુ બનાવી છે તો દિલ્હી સરકાર તેને ભણતરમાંથી 2 વર્ષ સુધી રજા આપવા માટે પણ તૈયાર છે જેથી કરીને એ વિદ્યાર્થી પોતાના સંપુર્ણ સમય પોતાની પ્રોડક્ટ ઉપર આપી શકે.
આ પણ વાંચોઃ
18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના, વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ
“મિસ યુ ગ્રીષ્મા દીદી!”, ગ્રીષ્માની યાદમાં નાની બહેને બનાવેલો વિડીયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ આ વિડીયો