IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં શરૂઆતી મેચમાં કેકેઆર બહુ જ આગળ નીકળી ગઇ છે. જીત સાથે યુવા કેપ્ટને પોતાનો દબદબા કાયમ કરી દીધો છે. ખાસ વાત છે કે આ વખતે કોલકત્તા નાઇટ રાઇડર્સને શ્રેયસ અય્યરના રૂપમાં નવો કેપ્ટન મળ્યો છે. 

નવા કેપ્ટન સાથે મહાઅભિયાનમાં ઉતરેલી કેકેઆરની ટીમે આ વખતે IPL 2022માં પૉઇન્ટ ટેબલમાં ટૉપનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી એકતરફી જીતના કારણે KKRના 4 પૉઇન્ટ થઇ ગયા છે, એટલુ જ નહીં વળી ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર પણ KKRના ખેલાડીઓનો કબ્જો થઇ ગયો છે. આન્દ્રે રસેલ IPL 2022નો લીડ સ્કૉરર થઇ ગયો છે, જ્યારે ઉમેશ યાદવ વિકેટ લેવામાં ટૉપ પર છે. 

યુવા કેપ્ટનોની ટીમ ટૉપ પર -

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રનરેટ પૉઇન્ટ્સ
1 KKR 3 2 1 0.843 4
2 RR 1 1 0 3.050 2
3 DC 1 1 0 0.914 2
4 GT 1 1 0 0.286 2
5 LSG 2 1 1 -0.011 2
6 RCB 2 1 1 -0.048 2
7 PBKS 2 1 1 -1.183 2
8 CSK 2 0 2 -0.528 0
9 MI 1 0 1 -0.914 0
10 SRH 1 0 1 -3.050 0

આંદ્રે રસેલ માથે છે ઓરેન્જ કેપ- 

ક્રમ બેટ્સમેન મેચ રન 
1 આંદ્રે રસેલ 3 95
2 ફાક ડૂ પ્લેસીસ 2 93
3 ઇશાન કિશન 1 81

પર્પલ કેપ પર ઉમેશ યાદવનો કબ્જો -

ક્રમ બૉલર મેચ વિકેટ
1 ઉમેશ યાદવ 3 8
2 ટિમ સાઉથી 2 5
3 વાનિન્દુ હસારંગા 2 5