IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન KKRની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી.પરંતુ KKRની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 35 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. કોલકાતાની પ્રથમ વિકેટ એરોન ફિન્ચના રૂપમાં પડી હતી. ચેતન સાકરિયાએ ફિન્ચને બોલ્ડ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આઉટ થતા પહેલા ફિન્ચને જીવન દાન પણ મળ્યું હતું.


ટોસ હાર્યા બાદ KKRના ઓપનર બેટ્સમેન ફિન્ચ અને વેંકટેશ ઐયર પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ફિન્ચ 7 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ચેતન સાકરિયા દિલ્હી માટે બીજી ઓવર કરી રહ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર ફિન્ચ કેચ આઉટ થતા બચી ગયો હતો. તેનો કેચ દિલ્હીના ફિલ્ડરે છોડ્યો હતો. પરંતુ આ પછી ચેતને ત્રીજા બોલ પર ફિન્ચને બોલ્ડ કર્યો હતો. આ બોલ એટલો ખતરનાક હતો કે ફિન્ચ કંઈ સમજે તે પહેલાં જ બોલ સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો.




નોંધપાત્ર વાત એ છે કે, ફિન્ચના આઉટ થયા બાદ વેંકટેશ અય્યર પણ સાકરિયાના બોલનો શિકાર બન્યો હતો. તે 12 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે આ પછી ડેબ્યૂ મેચ રમી રહેલા બાબા ઈન્દ્રજીત આઉટ થઈ ગયા હતા. તેને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો. ઈન્દ્રજીત 6 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. સાથે જ સુનીલ નારાયણ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તે પણ શૂન્ય પર કુલદીપના બોલનો શિકાર બન્યો હતો. આ રીતે કોલકાતાએ 35 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.