KKR vs DC, IPL 2024: IPL 2024માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ વિઝાગમાં રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતા હોય તેમ કોલકાતાના બેટ્સમેનોએ આતશબાજી કરતી બેટિંગ કરી હતી.


સુનિલ નારાયણની આતશબાજી


સુનિલ નારાયણે એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. ઈનિંગની ચોથી ઓવરમાં તેણે ઈશાંત શર્માની બોલિંગમાં 3 સિક્સ અને 2 ફોરની મદદથી 26 રન ઝૂડ્યા હતા. તે 39 બોલમાં 85 રનની વિસ્ફોટક ઈનિંગ રમ્યો હતો. જેમાં 7 છગ્ગા અને 7 ચોગ્ગા માર્યા હતા.






IPLમાં પ્રથમ 10 ઓવર પછી સર્વોચ્ચ સ્કોર


148/2 - SRH vs MI, હૈદરાબાદ, 2024


141/2 - MI vs SRH, હૈદરાબાદ, 2024


135/1 - KKR વિ ડીસી, વિઝાગ, આજે*


131/3 - MI vs SRH, અબુ ધાબી, 2021


131/3 - PBKS vs SRH, હૈદરાબાદ, 2014


130/0 - ડેક્કન ચાર્જર્સ વિ MI, મુંબઈ DYP, 2008


દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન


પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.


કેકેઆરની પ્લેઈંગ ઈલેવન


ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.